પૂણે સહિત 7 શહેરો માટે 2500 કરોડની ગૃહ મંત્રીએ જાહેરાત કરી

મુંબઇઃ દેશની સૌથી વધુ લોક સંખ્યા ધરવાતા મુંબઇ, પૂણે સહિત 7 શહેરોમાં પૂરનું જોખમ ઓછું કરવા માટે 2500 કરોડ રૂપિયાની યોજનાઓનો અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી.
દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડથી વધુ કિંમત ધરાવતી ત્રણ મોટી યોજનાઓની જાહેરાત અમિત શાહે કરી હતી. ફાયર બ્રિગેડનું વિસ્તરણ, પૂરનું જોખમ ઓછું કરવા અને સ્ખલન ઓછું કરવા માટે આ ત્રણ યોજનાઓ છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી હતી.
દિલ્હીમાં આવેલ સાયન્સ સેન્ટરમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુંબઇ, પૂણે સહિત ચેન્નઇ, કલકત્તા, બેંગલૂરુ, હૈદરાબાદ, અમદાવાદ જેવા સૌથી વધુ લોકસંખ્યા ધરાવતા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે એવી માહિતી આ બેઠક દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન @2047 અંતર્ગત દેશને આપત્તિ પ્રતિરોધક બનાવવા તથા કોઇ પણ ડિઝાસ્ટર સમયે દેશ અને રાજ્ય તે માટે સજ્જ હોય તે અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી અમિતા શાહે બેઠક દરમિયાન આપી હતી. અમીત શાહે આ બેઠકમાં દરમિયાન આખા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડથી વધુ કિંમતની ત્રણ મહત્વની યોજનાઓની જાહેરાત કરી હતી. જે અંતર્ગત અગ્નીશમન સેવાના વિસ્તરણ માટે 5 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ શરુ થશે. પૂરનું જોખમ ઓછું કરવા માટે સૌથી વધુ લોકસંખ્યા ધરાવતા સાત શહેરો માટે 2500 કરોડની યોજનાઓનો અમલ કરવામાં આવશે. ઉપરાંત ભૂસ્ખલનની સમસ્યાને ઓછી કરવા માટે 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 825 કરોડ યોજનાઓનો અમલ થશે. આવી મહત્વની યોજનાઓ અંગેની જાહેરાત અમિત શાહે કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here