ઈથિયોપિયા પોલીસે કર્મચારીઓને પગાર નહી ચુકવતી ભારતીય કંપનીના  ત્રણ અધિકારીઓની ધરપકડ કરી હતી…

0
820
Reuters

ઈથિયોપિયામાં ત્યાંના સ્થાનિક પોલીસતંત્રે ભારતીય કંપનીના 3 અધિકારીઓને અટકાયતમાં લીધા હતા. ભારતની કંપની આઈએલ એન્ડ એફએસ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને તેમનો પગાર ચુકવતી નહોતી અને ટેકસ પણ ભરતી નહોતી.  ભારતીય કંપનીના સંચાલકે ભારતના વિદેશ મંત્ર્યાલયને તેમની ઘરપકડ થયાની માહિતી મોકલી હતી. ભારતીય કંપનીના અન્ય પાંચ કર્મચારીઓને પણ સ્ટાફના અન્ય સભ્યોએ બંદી બનાવ્યા હોવાની જણકારી આપવામાં આવી હતી. ભારતીય કર્મચારીઓની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે ઈથિયોપિયાના સ્થાનિક લોકો સરકાર પર દબાણ કરી રહ્યા છે. વિદેશ મંત્ર્યાલયના જણાવ્યા અનુસાર, આઈએલ એન્ડ એફએસ કંપની દ્વારા ઈથિયોપિયામાં 15 કામદારો કામગીરી બજાવતા હતા. જેમાંથી 7 જણાને બંધક બનાવી લેવાયાં બાદ બાકી રહેલા 7 કર્મચારીઓમાંથી 3 અધિકારીઓને ત્યાંની સ્થાનિક પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા.

ઈથિયોપિયામાં સંયુકત આયોજનની અંતર્ગત, હાઈવે પ્રોજેકટ પર કામ કરી રહેલી ભારતીય કંપનીએ ઈથિયોપિયાના સ્થાનિક કર્મચારીઓને  બે મહિનાથી પગારો ચુકવ્યા નહોતા. એના પ્રત્યાઘાતરૂપે ભારતીય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી.-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here