લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરશે ..

0
1036

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ છે, શાસક પક્ષ અને વિરોધ પક્ષો- આમને- સામને છે. મોદી સરકાર માટે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવી એ જીવન- મરણનો સવાલ છે. ભાજપની સાથે સાથે મોદીની પ્રતિષ્ઠા દાવ પર છે. મતદારોને રિઝવવા, મનાવવા અને પોતાની તરફેણમાં કરવા માટે રાજકીય પક્ષો વિધ વિધ પ્રકારના કાવાદાવા કરી રહ્યા છે. એકમેક પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. આ માહોલમાં બજેટ રજૂ કરવાનું છે. એ પણ વચગાળાનું બજેટ  પૂર્ણતઃ બજેટ તો સંભવત ચૂંટાઈને આવનારી નવી સરપકાર પેશ કરશે. આથી આ બજેટ આખરી દાવ છે. આથી માનવામાં આવી રહ્યું છે કે આ વચગાળાના બજેટમાં મોટાભાગના લોકોને રિઝવવાનો પ્રયાસ સરકાર અચૂક કરશે. નાણાંપ્રધાન અરુણ જેટલી પોતાની સારવાર માટે અમેરિકાના પ્રવાસે ગયા હોવાથી નાણાં મંત્રાલયનો કાર્યભાર રેલવે પ્રધાન પીયૂષ ગોયલે સંભાળી લીધો હતો. હવે જયાં સુધી અરુણ જેટલી પરત નહિ ફરે ત્યાં સુધી પીયૂષ ગોયલ જ નાણાં વિભાગનો અખત્યાર સંભાળશે. વચગાળાના બજેટમાં સરકાર ખેડૂતો પર વધારે મહેરબાન થઈ શકે છે.પાક વીમા પ્રીમિયમ અને લોન પર માફી વગેરે પગલાં સરકાર લઈ શકે છે. ખેડૂતોને રાહત આપવા સરકારે ચારસૂત્રી કાર્યક્રમ તૈયાર કર્યો હોવાનું જણાવવવામાં આવ્યું હતું. ખેડૂતોને સબસિડીની રકમ સીધેસીધી તેમના ખાતામાં જમા થઈ જશે. . દરેક ખેડૂત પરિવારને રવિ અને ખરીફ પાકની વાવણી પહેલાં રૂા. 5, 000 આપવામાં આવશે. પાક વિમા સ્કીમ સંપૂર્ણ મફત હશે. તે માટે ખેડૂતોએ કશું જ  આપવું નહિ પડે. સમયસર હપ્તા ચુકવનાર ખેડૂતોને વ્યાજ માફી પણ મળી શકે છે. એજ રીતે મધ્યમ વર્ગને માટેો પણ આવકવેરાની મર્યાદા વધારવામાં આવે એવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here