કિર્ગીસ્તાનમાં સુરતના યુવાને ગોલ્ડ મેડલ જીતી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: ૫૪૭.૫ કિલો વજન ઊંચક્યું

 

કિર્ગીસ્તાન: કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિટિંગ ચેમ્પિયનશિપમાં સુરતના એક યુવકે ૫૪૭.૫ કિલો વજન ઉંચકીને ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની સાથે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિટિંગ ચેમ્પિયનશિપમાં વિશ્ર્વભરના ૧૫ જેટલા દેશના ૧૫૦ કરતાં વધુ ખેલાડીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જેમાં પાકિસ્તાન, રશિયા, ઈરાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જેમાં ભારતને ગોલ્ડમેડલ મળ્યુ છે. આ મેડલ અન્ય કોઈ નહીં પણ ગુજરાત અને તેમાં પણ સુરતના રહેવાસી દિવ્યાંગ મોરે નામના યુવકે ગોલ્ડ મેડલ અપાવી દેશનું ગૌરવ વધાર્યુ છે. પાંચથી નવ સપ્ટેમ્બરના રોજ આયોજન થયેલા કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિટિંગ ચેમ્પિયનશિપમાં વિશ્ર્વભરના ૧૫ જેટલા દેશના ૧૫૦ કરતાં વધુ ખેલાડીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિટિંગ ૬૮ kg ગ્રુપમાં ટોટલ ૫૪૭.૫ kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિવ્યાંગ મોરે એ ૫૪૭.૫ kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિટિંગમાં ૪૮૦ kg ટોટલ હાઇએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ ૫૪૭.૫ kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here