સત્તા માટે દરેક સમાધાન માટે વિપક્ષ તૈયારઃ જેપી નડ્ડા

હિમાચલઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલના કાંગડામાં કહ્યું કે કોંગ્રેસ માતા, પુત્ર અને પુત્રીની પાર્ટી છે. આજના સમયમાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે વિચારો પર ચાલે છે. દેશના અન્ય તમામ પક્ષો વિચારોથી શૂન્ય બની ગયા છે. સત્તા ખાતર દરેક સમજૂતી કરવા તૈયાર છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર નડ્ડા િહમાચલ પ્રદેશના કાંગડામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
બિહારમાં 23 જૂને યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક પર નડ્ડાએ કહ્યું કે ક્યારેક હું હસું છું અને આશ્ચર્ય પામું છું. કોંગ્રેસ અને સીપીએમ બંને હાથ મિલાવીને ચૂંટણીમાં ઉતરે છે. આ બંનેના વિચારો ક્યાં ગયા?
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે. આ માટે 23મી જૂને બિહારમાં વિપક્ષી દળોની બેઠક યોજાવાની છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બીજેપીથી અલગ થયા બાદ પહેલ કરી છે. જેમાં કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોના નેતાઓ ભાગ લેવા માટે રાજી થઈ ગયા છે. નડ્ડાએ હિમાચલના નૂરપુર અને પાલમપુરમાં પાર્ટીના જિલ્લા કાર્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભાને સંબોધતા નડ્ડાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને મોદી સરકારના પાંચ વર્ષની ઉપલબ્ધિઓ પણ ગણાવી. તેમણે કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારથી ઘેરાયેલી સરકારમાં માત્ર કૌભાંડો જ હતા, પરંતુ મોદીજીના નેતૃત્વમાં કૌભાંડો બહાર આવ્યા બાદ દેશમાં યોજનાઓવાળી સરકાર બની. આજે મોદી સરકાર એક મજબૂત સરકાર, નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here