દેશમાં ૪૪ હજાર કોરોના નવા નોંધાયા કેસ, ૫૧૦ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને એક વર્ષ થવા આવ્યું છે અને દેશવાસીઓ સતત અગિયાર મહિનાથી કોરોના સામે જંગ લડી રહ્યા છે, દેશમાં ઓક્ટોબરનાં બીજા તબક્કા એટલે કે ૧૫ ઓક્ટોબર બાદ દેશમાં કોરોનાનાં કેસો પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. છેલ્લા ૧૬ દિવસમાં દેશમાં સતત ૫૦ હજારથી ઓછા કેસો નોંધાયા છે જેમાં સૌથી ઓછા કેસ ૨૮,૬૦૯ જે ૧૬ નવેમ્બરનાં આંકડા મુજબ નોંધાયા હતા. દેશમાં કોરોનાનો આંકડો ૯૧ લાખને પાર થઈ ચૂક્યો છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૪૦૪ કેસો નોંધાયા છે તો બીજી તરફ દેશમાં એક દિવસીય કોરોનાથી થયેલા મોત અને નોંધાયેલા કેસ મામલે દિલ્હી ટોચ પર છે. છેલ્લા ૨૪ કલાકમાં તમામ રાજ્યોને મળીને કુલ ૪૪,૪૦૪ કેસો નોંધાયા છે જ્યારે ૪૧,૪૦૫ દર્દીઓ રિકવર થયા છે તો બીજી તરફ ૫૧૦ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે જેમાંથી સર્વાધિક મોત ૧૨૧ જે દિલ્હીમાં નોંધાયા છે.

રિકવરી થયેલા દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધી ૮૫ લાખથી વધુ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે જ્યારે કુલ ૧,૩૩,૦૦૦ જેટલા લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ગત રોજ દેશમાં કુલ ૮,૪૯,૦૦૦થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૩,૨૫,૮૨,૦૦૦થી વધુ કોરોના ટેસ્ટ અત્યાર સુધી થઈ ચૂક્યા છે. દેશમાં સર્વાધિક નોંધાયેલા કેસોની વાત કરીએ તો દિલ્હીમાં ૬૭૪૬ કેસ, કેરલામાં ૫૨૫૪, મહારાષ્ટ્રમાં ૫૭૫૩, પશ્ચિમ બંગાલમાં ૩૫૯૧, ઉત્તર પ્રદેશમાં ૨૫૫૭, કર્ણાટકમાં ૧૭૦૪, આંધ્રપ્રદેશમાં ૧૧૨૧, તમિલનાડુમાં ૧૬૫૫, રાજસ્થાનમાં ૩૨૬૦, છત્તીસગઢમાં ૧૭૪૮, હરિયાણામાં ૨૨૭૯, ગુજરાતમાં ૧૪૯૫ અને મધ્યપ્રદેશમાં ૧૭૯૮ કેસો નોંધાયા છે. દેશમાં કુલ ૫૧૦ દર્દીઓનાં મોત થયા છે જેમાંથી દિલ્હીમાં ૧૨૧, મહારાષ્ટ્રમાં ૫૦, કર્ણાટકમાં ૧૩, આંધ્રપ્રદેશમાં ૧૧, તમિલનાડુમાં ૧૯, કેરલામાં ૨૭, ઉત્તરપ્રદેશમાં ૩૫, પરશ્રમબંગાલમાં ૪૯, ઓડિસામાં ૧૫, રાજસ્થાનમાં ૧૭, છત્તીસગઢમાં ૧૯, હરિયાણામાં ૨૫, ગુજરાતમાં ૧૩, મધ્યપ્રદેશમાં ૧૩, પંજાબમાં ૧૯ અને હિમાચલ પ્રદેશમાં ૧૯ લોકોના મોત નિપજ્યા હતા.

દેશમાં કોરોના વાઇરસ મામલે વધારો નોંધાઈ રહ્યો છે, ભલે અગાઉ નોંધાતા કેસો મામલે અત્યારે નોંધાઈ રહેલા કેસો કંટ્રોલમાં છે, પરંતુ દિનપ્રતિદિન કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. માત્ર દિલ્હીમાં ગત ૬ દિવસ દરમિયાન ૬૦૦થી વધુ દર્દીઓએ પોતાના જીવ આ જીવલેણ કોરોના વાઇરસનાં કારણે ગુમાવ્યા છે. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે તમામ યોજનાઓ ઘડવામાં આવી છે અને તેની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વિરુદ્ધ આ જંગને ૧૧ મહિના થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોરોનાથી લડવા માટે સરકાર અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. કોરોનાના પ્રોટોકોલનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. હાલ સ્થિતિ આટલી ગંભીર હોવા છતા કોરોના કંટ્રોલમાં છે. દેશમાં ૯૦ લાખ કોરોના કેસો છે જેમાંથી અંદાજિત ૮૫ લાખ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે અને સૌથી વધુ રિકવરી રેટ ભારતમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here