વર્તમાન સમયમાં વેક્સિન હાલના વેરિએન્ટ પર અસરકારક છે

 

નવી દિલ્હીઃ ભારતમાં મળેલો કોરોના વેરિએન્ટ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઇ શકે છે આવી ચેતવણી બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોક દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને જેમણે વેક્સિનનો ડોઝ નથી લીધો તેમના માટે આ ભારતીય વેરિએન્ટ અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે. બોલ્ટન અને બ્લેકબર્ન વિસ્તારમાં કોરોના વાઇરસ ખૂબજ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જો કે વર્તમાન સમયમાં વેક્સિન હાલના વેરિએન્ટ પર અસરકારક છે આથી વેક્સિન લેવી જરૂરી છે.

પબ્લિક હેલ્થ ઇગ્લેન્ડના જણાવ્યા મુજબ બ્રિટનમાં બી-૧૬૧૭.૨ ના નામથી જાણીતા વેરિએન્ટના સંક્રમણના ૫૨૦ કેસ મળ્યા હતા જે વધીને ૨૩૧૩ થયા છે. તેમ છતાં બ્રિટનમાં જાન્યુઆરીથી બીજી લહેરની શરૂઆત થતાની સાથે જ લોકડાઉન આપવામાં આવ્યું હતું તેમાં ક્રમશઃ છુટછાટ આપવામાં આવી રહી છે જે ચાલું રાખવામાં આવશે.

હેનકોકના જણાવ્યા અનુસાર ૧૪ જુનના રોજ એક જાહેરાત કરવામાં આવશે જેમાં દેશ ૨૧મી જુને અંતિમ ચરણમાં આગળ વધશે. આ દરમિયાન જ સામાજીક સંપર્કથી માંડીને તમામ પ્રકારના પ્રતિબંધો અને કાનુુની મર્યાદાઓ દૂર કરવામાં આવી શકે છે. શરત સાથે પબ બાર, રેસ્ટોરન્ટને અંદર ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. ઇન્ડોર મનોરંજન, સિનેમા અને સંગ્રહાલય ફરી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. ઇગ્લેન્ડમાં લોકોને વધુને વધુ ૩૦ જણને બહાર જયારે ૨ થી ૬ પરિવારોના સમૂહને ઘરની અંદર મળવાની છુટ આપવામાં આવશે. 

આ અન લોક પ્રક્રિયાની વચ્ચે બ્રિટનના હેલ્થ એક્સપર્ટ દ્વારા લોક ડાઉનમાં છુટછાટનો ખૂબજ સાવધાનીપૂર્વક નિર્ણય કરવામાં આવે તેવી ચેતવણી આપવામાં આવી છે. તાજેતરના આંકડા મુજબ ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી ૩.૬ કરોડથી વધુ લોકોેને કોરોના વાઇરસની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here