જાપાનમાં ભૂકંપે દરિયા કિનારાનો નકશો જ બદલી નાંખ્યોઃ દરિયો ૮૦૦ ફૂટ પાછળ ધકેલાયો

જાપાનઃ જાપાનમાં નવા વર્ષની શરૂઆતમાં આવેલા ભૂકંપે હાહાકાર મચાવી દીધો હતો. ભારે શક્તિશાળી ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે જાપાન પરથી સુનામીનો ખતરો તો ટળી ગયો હતો. પણ પ્રચંડ તાકાતવાળા ધરતીકંપના કારણે જાપાનના દરિયા કિનારાનો નકશો બદલાઇ ગયો છે. જાપાનમાં નોટો ટાપુ પર આ વર્ષનો પહેલો ભૂકંપ પહેલા જ દિવસે આવ્યો હતો. તેની તીવ્રતા ૭.૬ રિકટર રહી હતી. ભૂકંપના કારણે સુનામી આવશે તેવા ડરથી આ ટાપુ પર રહેતા લોકોને સલામત સ્થળોએ જવા માટે કહેવાયું હતું. ભૂકંપના કારણે ટાપુના દરિયા કિનારા પરથી દરિયો ૮૦૦ ફૂટ કરતા પણ વધારે પાછળ જતો રહ્યો છે. દરિયા કિનારો પણ જમીનથી પહેલા હતો તેના કરતા વધારે ઉપર આવી ગયો છે અને તાજેતરમાં લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં આ ફરક સાફ દેખાઇ રહ્યો છે. નાહેલ બેલગર્ઝ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની તસવીરો પણ શેર કરવામાં આવી છે. દરિયો પાછળ ખસી ગયો હોવાથી નાવિકો માટે કિનારા સુધી બોટ પહોંચાડવી મુશ્કેલ બની રહી છે. દરિયા કિનારાની જમીન પણ સુકાઇ ગઇ છે. ટોકિયો યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ભૂકંપ બાદ નોટો ટાપુ પર કાઇસોથી આકાસાકી વિસ્તાર સુધીમાં દસ જગ્યાએ દરિયા કિનારો ઉપર આવી ગયો છે અને દરિયાનું પાણી પાછળ ધકેલાઇ ગયું છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં આ સ્થિતિને કોસ્ટલ અપલિફટ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here