અમેરિકામાં બરફના તોફાનનો કેર: ૨૦૦૦ ફલાઇટ રદ, ૨૪૦૦થી વધુ મોડી પડી

શિકાગોઃ અમેરિકામાં બરફના તોફાને કેર વર્તાવ્યો હતો. મિડવેસ્ટ અને સાઉથમાં અનેક ફલાઇટો રદ કરવી પડી જયારે અનેક મોડી પડી હતી. જેના લીધે હજારો યાત્રીઓ એરપોર્ટ પર જ ફસાઇ ગયા હતા. માહિતી અનુસાર, ફલાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ના આંકડાઓમાં જાણ થઇ કે તોફાનને લીધે અત્યાર સુધી ૨૪૦૦થી વધુ ફલાઇટો મોડી પડી છે જયારે ૨૦૦૦થી વધુ ફલાઇટો રદ કરી દેવામાં આવી છે. શિકાગોના ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવરજવર કરતી ૩૬ ટકા ફલાઇટોમાંથી લગભગ ૪૦ ટકા ફલાઇટો રદ કરી દેવામાં આવી છે અને શિકાગો મિડ વે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવર-જવર કરતી ફલાઇટમાંથી લગભગ ૬૦ ટકા રદ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન અન્ય પ્રભાવિત એરપોર્ટમાં ડેનવર ઇન્ટરનેશનલ અને મિલ્વાકી મિશેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામેલ છે. ફેડરલ એવિએશન ઓથોરિટી દ્વારા ફરજીયાત ગ્રાઉન્ડિંગના કારણે આ અઠવાડિયે દરરોજ ૨૦૦થી વધુ યુનાઇટેડ અને અલાસ્કા એરલાઇન્સની ઉડાનો રદ કરી દેવામાં આવી હતી. એફએએ અને બોઇંગ હજુ પણ એક નિરીક્ષણ પ્રોટોકોલ પર સમજૂતી કરવા પ્રયાસ કરી રહી છે જે એ ફલાઇટોની ઉડાનને ફરી શરૂ કરવા મંજૂરી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here