વિજ્ઞાનની મદદથી દેશને સ્વાવલંબી બનાવોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ ૧૦૮મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધતાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈઍ. વિજ્ઞાન દેશની પ્રગતિમાં મોટું યોગદાન આપી શકે છે અને તેના દ્વારા ભારત વિશ્વમાં અગ્રણી બનશે. વિજ્ઞાનની મદદથી દેશને સ્વાવલંબી બનાવવો જોઈઍ. ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ (આઈઍસસી-૨૦૨૩)ની થીમ ‘મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી રાખવામાં આવી છે.’

પ્રધાનમંત્રીઍ કહ્નાં હતું કે આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ પણ ઍક ઍવો વિષય છે, જેની દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ટકાઉ વિકાસ સાથે જ વિશ્વનું ભવિષ્ય સુરક્ષિત હોવાને કારણે જ તેને મહિલા સશક્તિકરણ સાથે જોડવામાં આવી છે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, ટકાઉ વિકાસ અને તે મેળવવામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીઍ કહ્નાં હતું કે આજે દેશની વિચારસરણી માત્ર ઍ જ નથી કે વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈઍ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈઍ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી ઍ જ અમારો ઉદ્દેશ છે. આગામી પચીસ વર્ષમાં ભારત જે ઊંચાઈ સર કરશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હશે. વિજ્ઞાનને જ્યારે જુસ્સાપૂર્વક દેશસેવાના સંકલ્પ સાથે જોડવામાં આવે છે ત્યારે અભૂતપૂર્વ પરિણામો મળે છે. આજનું ભારત આ અભિગમ સાથે જ આગળ વધી રહ્નાં છે. આ જ કારણે ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપથી વિશ્વના અગ્રણી દેશોમાંનો ઍક બની રહ્ના છે.

ભારતને જી-૨૦ના અધ્યક્ષપદની જવાબદારી મળી છે, ઍમ જણાવતાં તેમણે કહ્નાં હતું કે જી-૨૦ના મુખ્ય વિષયોમાં પણ મહિલાઓની આગેવાનીમાં વિકાસનો મુદ્દો પ્રાથમિકતા છે. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ઍક્સ્ટ્રા મોરલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ ગઈ છે. મહિલાઓની આ ભાગીદારી ઍ વાતનું પ્રમાણ છે કે સમાજ અને વિજ્ઞાન પણ આગળ વધી રહ્ના છે. 

પ્રધાનમંત્રીઍ વધુમાં કહ્નાં કે વિજ્ઞાનના પ્રયાસ મોટી સફળતામાં ત્યારે જ પરિવર્તિત થઈ શકે છે, જ્યારે તે લેબ (પ્રયોગશાળા)માંથી નીકળીને લેન્ડ (જમીન) સુધી પહોંચે. જ્યારે તેનો પ્રભાવ ગ્લોબલથી લઈને ગ્રાસરૂટ સુધી હોય ત્યારે તેનો વિસ્તાર જર્નલ્સથી લઈને જમીન સુધી થાય છે અને તેના કારણે થતું પરિવર્તન રિસર્ચ (સંશોધન) મારફતે રિયલ લાઈફ (વાસ્તવિક જીવન)માં જોવા મળે, ઍમ તેમણે કહ્નાં હતું.

દેશની જરૂરિયાતોની પૂર્તિ માટે ભારતમાં વિજ્ઞાનનો વિકાસ દેશના વૈજ્ઞાનિક સમુદાયની મૂળ પ્રેરણા હોવી જોઈઍ, ઍમ જણાવતાં તેમણે કહ્નાં હતું કે ભારતનું વિજ્ઞાન દેશને આત્મનિર્ભર બનાવનારૂં હોવું જોઈઍ. 

પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઍસટીઈઍમ (સાયન્સ, ટેક્નોલોજી, ઍન્જિનિયરિંગ, મેથ્સ)નું શિક્ષણ સંબંધિત ક્ષેત્રમાં તેમ જ આર્થિક ભાગીદારીમાં મહિલાઓને સમાન તક પૂરી પાડવાના વિકલ્પો શોધવાના પ્રયાસોની સાથે સાથે શિક્ષણ, ટેક્નોલોજી અને ઉદ્યોગ જેવા ટોચના ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા જેવી બાબતો પર ચર્ચાવિચારણા કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં મહિલાઓનાં યોગદાનને પ્રદર્શિત કરવા ઍક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વિખ્યાત મહિલા વિજ્ઞાનીઓનું પ્રવચન હશે. બજેટમાં જે વચનો આપવામાં આવ્યાં હતાં તે પૂરાં કરવામાં આવ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્નાં હતું કે દેશના નાગરિકોને ઍ અંગે જાણકારી આપવા નાણાં ખાતાઍ ઝુંબેશ શરૂ કરી છે. વિજ્ઞાન પરત્વે રૂચિ ધરાવતાં બાળકોને પ્રોત્સાહિત કરવા આઈઍસસીના ધોરણે બાળ વિજ્ઞાન કોંગ્રેસનું પણ આયોજન કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here