ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે અદાણી ગ્રુપ

અમદાવાદઃ ગ્લોબલ સમિટનું પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું છે. 3 દિવસ ચાલનારી આ સમિટમાં કુલ 136 દેશોમાંથી લોકો ભાગ લઇ રહ્યા છે. દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ સહિત અનેક મહાનુભાવોએ સમિટમાં ઉપસ્થિત છે, ત્યારે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવીશું અને ગુજરાતમાં 1 લાખથી વધુ નોકરીઓ આપીશું. ગૌતમ અદાણીએ કહ્યું હતું કે “અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. અમે પાછલી સમિટમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને અત્યાર સુધીમાં રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.” તો બીજી તરફ ટાટા સન્સ લિમિટેડના ચેરપર્સન એન. ચંદ્રશેખરે કહ્યું હતું કે, ટાટા માટે ગુજરાત મહત્વનું સ્થળ છે. સાણંદમાં 20 ગીગા વોટ્સની ફેક્ટરી શરૂ થશે, લિથિયમ બેટરીનું મોટાપાયે ઉત્પાદન થશે. આગામી સમયમાં જ કન્સ્ટ્રક્શન શરૂ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here