NRIને પણ મળે મતદાનનો અધિકાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ

 

નવીદિલ્હી: બિન-નિવાસી ભારતીયો (NRI’S)ને મત આપવાના અધિકારની માંગ કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે હવે આ અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજી ‘કેરળ પ્રવાસી એસોસિએશન’ દ્વારા દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ જે કે મહેશ્ર્વરી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે ‘કેરળ ઓવરસીઝ એસોસિએશન’ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઇએલની નોંધ લીધી હતી કે જેમાં એનઆરઆઇને મત આપવાનો અધિકાર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આના પર નોટિસ જારી કરી હતી અને આ મુદ્દે પેન્ડિગ પિટિશન સાથે પીઆઇએલને જોડવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષ એપ્રિલમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે તે વિદેશી મતદારો માટે ઇલેકટ્રોનિકલી ટ્રાનસમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ સુવિધા શ‚ કરવા પર વિચાર કરી રહ્યું છે. ભારતના તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ૯-૧૯ એપ્રિલ દરમિયાન દિક્ષણ આફ્રિકા અને મોરેશિયસની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન અનેક બેઠકો યોજાઇ હતી. સત્તાવાર અંદાજ મુજબ, વિદેશમાં રહેતા ૧.૨૬ કરોડ લોકોમાંથી ઓછામાં ઓછા ૬૦-૬૫ ટકા લોકો મતદાન કરવા માટે લાયક છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here