સહારાના રણમાં બરફવર્ષા: વૈજ્ઞાનિકો આ ઘટનાને ખતરાની ઘંટડી ગણાવે છે

 

નવી દિલ્હી: સહારાનુ વિશાળ રણ અગિયાર દેશોમાં ફેલાયેલુ છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે રણનો વિસ્તાર વધી રહ્યો છે. રણના વિસ્તારમાં ૧૦ ટકા જેટલો વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં થઈ ચુકયો છે. સહારાના રણમાં ૧૮૦ મીટર સુધીની ઉંચાઈના રેતીના ઢુવા જોવા મળતા હોય છે. અહીંયા મહત્તમ ૫૮ ડિગ્રી સુધી તાપમાન નોંધાયેલુ છે. તેવામાં આટલી સુકી જગ્યામાં બરફ પડવાની ઘટનાએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ ર્વોમિંગ જેવા કારણોથી સહારા જેવી જગ્યાએ ઠંડી હવાઓ ફૂંકાવાની શક્યતા વધી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here