ગોંડલ નેકનામ મહારાજા જ્યોતીન્દ્રસિંહજીનું નિધન 

 

રાજકોટ: ગોંડલના  મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતીન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલનું હજુર પેલેસમાં તબિયત નાદુરસ્ત થવા પામી હતી આ દરમિયાન જ તેમને  હૃદયનો તીવ્ર હુમલો આવતા ૮૪ વર્ષની વયે તેમનું નિધન થયું છે. મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો. મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી , કોલેજ સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા દરબારગઢ મોટી બજારમાં સાંજે ૪ થી ૫ દરમ્ાિયાન અંતિમ દર્શને રાખવામાં આવ્યા છે ત્યારેબાદ ત્યાંથી સ્મશાન યાત્રા નીકળશે. મહારાજા સર ભગવતસિંહજીની ત્રીજી પેઢીએ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here