કોરોનાથી પણ ભયંકર બીમારીનું જોખમ તોળાઈ રહ્યું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાયરસે સતત બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્વભરમાં તબક્કાવાર બે વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ વાયરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ કોરોનામાંથી સાજા થયા પછી, વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળ્યા છે.
આ રીતે એક નવા વાયરસનો પડકાર ઉભો થયો છે. વૈજ્ઞાનિકોએ આરોગ્ય સંસ્થાને આર્કટિક અને અન્ય બર્ફીલા વિસ્તારોમાં બરફના પહાડો નીચે દટાયેલા વાયરસ અંગે ચેતવણી આપી છે.
મીડિયાના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકો કહ્યું હતું કે આર્કટિક પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝોમ્બી વાયરસ મુક્ત થઈ શકે છે અને ભયંકર વૈશ્વિક આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વાયરસ ૪૮,૦૦૦ વર્ષ પહેલા અહીં બરફની નીચે દટાયેલો હશે.
પરમાફ્રોસ્ટ એ પૃથ્વીની સપાટી પર અથવા તેની નીચે થીજી ગયેલા બરફનું એક સ્તર છે. તેમાં માટી અને રેતી પણ હોય છે. તે બરફના મોટા પડથી ઘેરાયેલું છે, પરંતુ, તાજેતરના સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. પરિણામે, વિશ્વના ઘણા પ્રદેશોમાં બરફ પીગળવા લાગ્યો છે. આનાથી વિશ્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન આ બરફ નીચે દટાયેલા કેટલાક વાયરસનો ખતરો પણ વધી ગયો છે.
ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ સાઇબિરીયામાં પર્માફ્રોસ્ટના કેટલાક નમૂના લીધા હતા અને આ નવા વાઇરસના સંભવિત જોખમોને સમજવા માટે કેટલાક પ્રયોગો કર્યા હતા. આ સંશોધન દરમિયાન બરફની નીચે દટાયેલો એક વાયરસ મળી આવ્યો છે.
આ સંશોધન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આર્કટિકમાં અમને જે વાયરસ મળ્યો છે તે હજારો વર્ષોથી બરફની નીચે દટાયેલો હતો. રોટરડેમના ઇરાસ્મસ મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિક મેરિયન કૂપમેન્સે કહ્યું હતું કે અમને ખબર નથી કે પર્માફ્રોસ્ટ હેઠળ કયા વાયરસ દટાયેલા હશે. આમ છતાં અમને લાગે છે કે, કેટલાક એવા વાયરસ છે જે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર ઉભો કરી શકે છે. અહીંના વાઈરસમાં રોગચાળાની મોટી મહામારી ફેલાવવાની ક્ષમતા હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here