જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન વડીલોની તબિયત અંગે કાળજી લેવી. સ્ત્રીવર્ગે થોડી મહેનત કરવી પડે, પણ તેનું પરિણામ સારું મળે. કાર્યક્ષેત્ર પદોન્નતિના યોગ બને. વિદ્યાર્થીવર્ગને પોતાના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળતા મળે. કાર્ય પૂર્ણ થતાં આનંદની અનુભૂતિ થાય. નાના વેપારીને થોડી મહેનત વધુ કરવી પડે. સફળતાના ચાન્સ ઓછા મળે. વાહન કે ઘર મકાન માટેની લોન મળવાના ચાન્સ સારા રહે. તા. ૭, ૮, ૯ ધાર્યું કામ થાય, તા. ૧૦-૧૧ આળસ રહે. તા. ૧૨, ૧૩ કાર્યસફળતા મળે.

વૃષભ (બ.વ.ઉ.)

આવકના નવા રસ્તા આ સપ્તાહ દરમિયાન મળી રહે. નવું આયોજન કરવું હોય તો તેમાં ખાસ કરીને મિત્રવર્તુળનો સાથ મળી રહે. શેરબજારમાં રોકાણ ન કરવા ગ્રહસ્થિતિ સંકેત કરે છે. ઉદ્યમી મહિલાઓને આ સપ્તાહ દરમિયાન ધારી સફળતા મળે. આનંદ-પ્રમોદ અર્થે બહાર જવાના યોગ બને. નાના-મોટા પ્રવાસના આયોજન થઈ શકે. તા. ૭ સ્વાસ્થ્ય સારું રહે, તા. ૮, ૯, ૧૦ આકસ્મિક ખર્ચના યોગ બને, તા. ૧૧, ૧૨, ૧૩ સહકાર મળી રહે.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં ઓફિસમાં પરિવર્તન કરવું પડે તેવું બને. કાર્યશૈલીમાં ફેરફાર કરવાથી કાર્યમાં પ્રગતિ સાધી શકો. નોકરી કરતી મહિલાઓને આગળ વધવામાં સહયોગ મળી રહે. વિદ્યાર્થીવર્ગને આરામ રહે. વડીલોને જૂના કે અસાધ્ય રોગ માટે નવી સારવાર પદ્ધતિનો લાભ મળી શકે. નાના વેપારીઓને ઓછી મહેનતે વધારે સફળતા મળવાના યોગ છે. તા. ૭, ૮, ૯ આરામ રહે, તા. ૧૦, ૧૧ કાર્યમાં સાનુકૂળતા, તા. ૧૨, ૧૩ ખુશી અનુભવાય.

કર્ક (ડ.હ.)

ધનની આવક વધારવામાં થોડો પરિશ્રમ આ સપ્તાહ દરમિયાન વધુ કરવો પડે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેવાથી બચત ન થઈ શકે. વકીલો કે શિક્ષણક્ષેત્રે કામ કરતા લોકોને આ સપ્તાહ પ્રગતિ‚પ બને. નવી ઓળખાણો થાય. એના થકી અટકેલાં કે અધૂરાં મૂકેલાં કામો પરિપૂર્ણ થાય. રોજનાં ચીલાચાલુ કામોમાં પરિવર્તન લાવી પ્રગતિ કરવી. પ્રયત્ને સફળતા જ‚ર મળશે, સ્ત્રીવર્ગને આરોગ્ય  જળવાય. તા. ૭, ૮, ૯ વિદેશથી સારા સમાચાર મળે, તા. ૧૦, ૧૧ આરોગ્ય સંભાળવું, તા. ૧૨, ૧૩ ખુશી થાય.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહ દરમિયાન ધારેલાં બધાં જ કાર્યો પૂર્ણ કરી શકશો. વકીલાત તેમ જ જાહેર ક્ષેત્રે મિડિયામાં કામ કરતી વ્યક્તિને કાર્યમાં થોડો અવરોધ આવે, પરંતુ રાજકીય મદદ મળી રહે, જેથી કાર્ય પૂર્ણ થઈ શકે. વેપારીવર્ગને ખૂબ ફાયદો થાય. ગૃહિણીને નવી ખરીદીના યોગ બને. વિદ્યાર્થીવર્ગને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અવરોધ આવે. જીવનમાં ફેરફારો આવી શકે તેવા ગ્રહસંકેત છે. તા. ૭, ૮, ૯ આરામ રહે. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ સખત પરિક્ષમ કરવો પડે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહ દરમિયાન કન્યા રાશિના જાતકોને ધાર્યું કામ થાય. મોજશોખ પૂર્ણ કરવા નવા આવકના સ્રોત મળી રહે. મોટા વેપારી વર્ગને ભાગીદારી હોય તો કેટલાંક સ્ટેટમેન્ટમાં સુધારા કરવા પડે. લાંબા સમયથી ગૂંચવાયેલા કૌટુંબિક પ્રશ્ર્નોનો ઉકેલ આવે. પ્રવાસમાં જવાનું થાય તો ખાસ કરીને સામાનની સંભાળ રાખવી. ચોરી થવાનો ડર રહે તેવા ગ્રહસંકેત છે. તા. ૭, ૮ સંભાળવું. તા. ૯, ૧૦, ૧૧ ચિંતા રહે. તા. ૧૨, ૧૩ કામમાં વિલંબ થાય.

તુલા (ર.ત.)

ગૃહજીવનમાં લાગણી તથા પ્રેમભર્યું વાતાવરણ રહે તેવા ગ્રહસંકેત આ સપ્તાહ દર્શાવે છે. અનિદ્રા કે અપચા જેવી આરોગ્ય અંગેની સમસ્યા હોય તો નૈસર્ગિંક કે આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો સહારો લેવાથી તમારા મૂળભૂત કામમાં માનસિક અશાંતિ ઉદ્ભવે નહિ તેનું ધ્યાન રાખવું. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. સંતાનોના પ્રશ્ર્ને શુભ સમાચાર સાંભળતાં આનંદ વર્તાય. તા. ૭, ૮ નવી તક મળે. તા. ૯, ૧૦, ૧૧ આરામ રહે. તા. ૧૨, ૧૩ ધાર્યું કામ થવાથી આનંદ રહે.

વૃ‌શ્ચિક (ન.ય.)

આ સપ્તાહ દરમિયાન નવા રોકાણ થઈ શકે. નવા ઇન્વેસ્ટમેન્ટ માટે ફાઇન્ાાન્શિયલ મદદ મળી રહે તેવા પ્રયત્નો કરવાથી આર્થિક બોજ ઓછો રહે. કોર્ટ-કચેરીને લગતાં કામોમાં વિલંબે સફળતા મળે. વ્યવસાયમાં પ્રગતિ થાય તે અંગે નાના પ્રવાસનું આયોજન કરવું પડે. દામ્પત્યજીવનમાં સુમેળ રહે, પરંતુ જીવનસાથીના આરોગ્ય અંગે કાળજી લેવી. તા. ૭ મહત્ત્વનો દિવસ. તા. ૮, ૯, ૧૦ આરામ રહે. તા. ૧૧, ૧૨, ૧૩ ખૂબ જ મહેનત કરવી પડે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

સપ્તાહ દરમિયાન નાણાકીય સંજોગો વિપરીત હશે તો પણ પરિસ્થિતિ સાનુકૂળ બનશે. વિકાસ માટે તક મળે તેનો લાભ લઈ પ્રગતિ સાધવા પૂરતો પ્રયત્ન કરવો. સંપત્તિને લગતા પ્રશ્ર્નો હોય તો તેનો ઉકેલ ઝડપી આવે. ખરીદી કે વેચાણ માટે ઉતાવળા નિર્ણયો ન લેવા. સ્ત્રીવર્ગને બાળકોની પ્રગતિમાં વ્ાૃદ્ધિ થતી જણાય. ધાર્યું કામ થવાથી રાહત રહે. તા. ૭, ૮, ૯ પ્રવાસનું આયોજન થાય. તા. ૧૦, ૧૧ વ્યસ્ત દિવસ રહે. તા. ૧૨, ૧૩ અઘરા પ્રશ્ર્નોનો ઉકેલ આવે.

મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહપૂર્ણ રહે. વિદેશ રહેતા પરિવારજનો પ્રત્યે લાગણી રહે. સ્વજનો સાથે વાતચીત કે અન્ય કોમ્યુનિકેશન થતા ખુશી અનુભવાય. કાર્યપદ્ધતિમાં ઝડપી સુધારો આવતો જણાય. વિદ્યાર્થીવર્ગને પ્રોજેક્ટ અંતર્ગત થોડી દ્વિધા રહે, પરંતુ મિત્રવર્તુળ તેમ જ અધ્યાપકો દ્વારા તેનો ઉકેલ મળી રહે. પ્રયત્નો ચાલુ રાખવા. સ્ત્રીવર્ગને કાર્યક્ષેત્રે કાર્યબોજ વધે, ગૃહવ્યવસ્થામાં સારુ નેતૃત્વ કરી શકે. તા. ૭ વ્યસ્તતા જણાય. તા. ૮, ૯, ૧૦ ઉત્સાહ રહે. તા. ૧૧, ૧૨, ૧૩ કામની કદર થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

નોકરિયાત વર્ગે આ સપ્તાહ દરમિયાન ખૂબ જ સાવચેતી રાખી કામ કરવું. કોઈની વાતોમાં આવી જઈ નાણાકીય લેવડ-દેવડ ન કરવી. ધાર્મિક તેમ જ સામાજિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો. સમાજમાં નામના વધે તેવા ગ્રહયોગ ઊભા થાય. સમય વેડફી અગત્યનાં કામો ખોરંભે ન પાડતાં યોગ્ય સમયે નિષ્ઠાપૂર્વક કામ કરવું. તા. ૭, ૮, ૯ મધ્યમ ફળદાયી દિવસ રહે. તા. ૧૦, ૧૧ મહેનતના પ્રમાણમાં સફળતા મળે. તા. ૧૨, ૧૩ અન્યનો સહકાર મળે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં વ્યવસાયમાં વધુ વ્યાપ કરવો પડે॥  નવા સ્ટાફ માટે પસંદગી કરવી પડે. ક્ષેત્રમાં નિપુણતાને કારણે હરીફો પેદા થાય, જે તમારા નવા સ્ટાફ સાથે વિવાદ વધારવાના પ્રયત્નો કરે. અનેકવિધ મુશ્કેલીમાંથી હિંમતથી બહાર આવવાના પ્રયત્નો કરવા. સ્ત્રીવર્ગને ધાર્યુ કામ થવાથી આનંદ રહે. તા. ૭, ૮, ૯ નાની-નાની બીમારીથી સંભાળવું. તા. ૧૦, ૧૧ કાર્યસફળતા મળે. તા. ૧૨, ૧૩ અગત્યની મિટિંગમાં ભાગ લઈ કામ આગળ વધારવું પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here