પૂનમ પહેલાં ડાકોર મંદિરને રોશનીથી શણગારાયું

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયના દર્શનાર્થે આવશે, ત્યારે રાજાધિરાજના મંદિરને ભવ્ય રોશનીથી સુશોભિત કરાયું છે. ડાકોર મંદિરના ગગનચુંબી શિખર સહિત ગુંબજ, મિનારા તથા સમગ્ર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. (ફોટોઃ નીતિન ખંભોળજા, ડાકોર)