જન સેવા સંગઠન ગુજરાત દ્વારા માનવસેવાના કાર્યોમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓ

 

 

આપ સૌ ભાવનાશીલ ભાઈ-બહેનોને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે જન સેવા સંગઠન એ રાજ્યમાં લોકસેવા માટેનું એક જબરદસ્ત સક્રિય સંગઠન છે અને છેલ્લા ત્રણ વર્ષથી પુરા ગુજરાત રાજ્યમાં સક્રિય પોતાની ભૂમિકા માનવ સેવાના કાર્યો કરી રહ્યુ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સેવાકીય કાર્યો જન સેવા સંગઠનના અધ્યક્ષ અજયસિંહ ગોહિલ અને મહેશભાઈ વાળા ને સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા હાલમાં થઈ રહ્યા છે સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ પ્રેરણાદાયી સંગઠન દ્વારા માનવસેવાના કાર્યોમાં સમગ્ર રાજ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ મેડિકલ કેમ્પ અને વર્તમાન સમયમાં કોરોનાની ભયંકરતા સામે ઝઝૂમવા આયુર્વેદિક ઉકાળાના  કેમ્પ જેવી રચનાત્મક કામગીરી હાથ ધરાઈ રહી છે સમાજ રાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે.

વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ  તેમજ વિકલાંગો માટેના પ્રાણ પ્રશ્નોની રજૂઆત રાજ્યના તમામ જિલ્લા પ્રશાસનમાં આવેદન યોગ્ય સામૂહિક સંગઠનના માધ્યમ દ્વારા યોગ્ય રજૂઆત દ્વારા તથા અનેક પ્રકારની માનવ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં અદ્ભુત નામના જન સેવા સંગઠન થઈ રહી છે જે રાજ્યના વિવિધ અખબારોમાં જોવા મળે છે.

જન સેવા સંગઠને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ડિજિટલ યુગમાં પણ પોતાનું એક કદમ આગળ વધારી ઓનલાઈન સેવાઓ આપે છે જે ખૂબ જ પ્રશંસનીય છે વિશેષમાં યોગ્ય જગ્યાએ કાર્યકર્તાઓ પહોંચીને  લોકસેવાના કાર્યો કરી સમગ્ર રાજ્યમાં જન સેવા સંગઠને લોકચાહના પ્રાપ્ત કરેલ છે જે ખૂબ જ પ્રેરણાદાયી બાબત છે

જન સેવા સંગઠને ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ વિશેષ આપવા માટે પ્રતિબદ્ધ છે જેમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા છે તથા ભારતના કિસાનના કેટલાક ખેડૂતોના નાના મોટા પ્રશ્નોની ધારદાર રજૂઆત સરકારશ્રીમાં સંગઠનના માધ્યમ દ્વારા કરવામાં આવે છે તથા વર્તમાન સમય એ ભયંકર કોરોના કાળમાં પસાર થઈ રહ્યો છે ત્યારે અનેક જિલ્લાઓમાં પદયાત્રીઓને ભોજન આર્થિક મદદ, રસોડાના માધ્યમ દ્વારા ભોજન સેવા તથા કોરોના કાળમાં કામ કરતા દરેક સંસ્થાઓના વિશિષ્ટ પ્રકારના કાર્યકર્તાઓને સંસ્થા દ્વારા કોરોનાવોરિયર્સના પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો ખરેખર સમાજના સામાન્ય માણસો માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે તથા આર્થિક રીતે ગરીબ વ્યક્તિઓ માટે આ સંસ્થા પ્રાણ સ્વરૂપ છે એમ કહીએ તો પણ સહેજેય ખોટું નથી

ગરીબ વ્યક્તિ માટે યથા યોગ્ય જગ્યાએ ભોજનની વ્યવસ્થા શિયાળા જેવી ઠંડીની ઋતુમાં ગરમ વસ્ત્રોના કપડાનું વિતરણ પણ આયોજન હેઠળ પ્રતિબદ્ધ છે તથા યોગ્ય જગ્યાએ સામાજિક સેવાઓ ચાલુ છે.

આગામી સમયમાં પૂરા સમગ્ર ભારત વર્ષમાં આ સંગઠન સક્રિય રીતે પણ ભારતવર્ષમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે આધુનિક સિસ્ટમ દ્વારા જન સેવા સંગઠન ગુજરાતની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે અને દુનિયા નામના કોઇપણ ખુણેથી કોઇ પણ ભાઈ કે બહેન કે કોઈપણ વ્યક્તિ આ સંગઠનમાં જોડાઈ શકે છે છતાં પોતાની સેવાઓ તથા મદદ માટે ત્ર્દ્દદ્દષ્ટસ્ર્ઁ//સ્ત્ર્઱્ીઁસ્ર્ફૂર્રુીણૂત્ર્઱્ીશ્વર્જ્ઞ્દ્દીણુશ્રફૂદ્દશ્વ્યસ્ર્દ્દ.ણૂૃં ઓનલાઇન નોંધાવી શકો છો. આપ સેવાકીય કાર્યો માટે સદઉપયોગ કરી શકો છો. સંગઠનનું વ્યાપક હિત લોક કલ્યાણના કાર્યોમાં જ સમાયેલું છે ત્યારે માનવ સેવા એજ પ્રભુસેવા, જનસેવા એ જ પ્રભુસેવા એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સંગઠનના સંવેદનશીલ કાર્યકર્તાઓ અને સંગઠનના માધ્યમ દ્વારા પુરા રાષ્ટ્રમાં અત્યારે વ્યાપક સ્વરૂપમાં પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here