કોરોનાની રસી અને દવા ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની : ફ્રેન્ચ રાજદૂત 

 

નવી દિલ્હીઃ એક વખત કોરોના વાઇરસ ચેપ માટેની દવા અને રસી શોધાઈ જાય ત્યારબાદ તેના મોટા પ્રમાણમાં ઉત્પાદનમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે, એમ ફ્રાન્સના રાજદૂત એમેન્યુલ લેનેઈને કહ્યું હતું.

વિશ્વભરમાં મોટી સંખ્યામાં શોધકો કોરોના વાઇરસની રસી શોધવા માટે સમયની સાથે રેસ લગાવી રહ્યા છે. વિશ્વભરમાં ૫૦ લાખથી વધુ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે જ્યારે ૩,૩૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે. જો આપણે કોવિડ-૧૯ની રસી અથવા દવાનું ઉત્પાદન કરી તેને વિશ્વભરના દશોમાં સમાનરૂપે વહેંચવા માગીએ છીએ તો દેશોનો સહકાર મળે તે મહત્વનું છે. દવા અને રસીના ઉત્પાદક તરીકે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ ફ્રાન્સના રાજદૂતે કહ્યું હતું.

વિશ્વમાં ભારત રસી અને જેનરીક દવાઓના મુખ્ય ઉત્પાદકો પૈકી એક છે. કોરોના વાઇરસ માટે રસી શોધવા ભારતમાં વિવિધ શોધ સંસ્થાનો પણ અલગથી પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ વિશ્વ આરોગ્ય સંગઠનની બે દિવસની બેઠક થઈ હતી જેમાં કેટલાંક દશોએ માગ કરી હતી કે કોરોના વાઇરસ માટેની રસી શોધાઈ જાય ત્યારે સમસ્ત દેશોને સમાનરૂપે વહેંચવામાં આવે નહિ કે માત્ર પૈસાદાર દેશોને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here