કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ કહે છે..આગામી લોકસભાની ચૂંટણી એકલે હાથે જીતવી કોંગ્રસ માટે શક્ય નથી..

0
1037

કોગ્રસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે એવું નિવેદન કર્યું હતું કે, આગામી 2019ની લોકસભાની ચૂંટણી કોઈ પક્ષ સાથે સમજૂતી કર્યા વિના, કોઈનીય સહાય કે સાથ લીધા વગર જીતવી લગભગ અશકય છે..હાલમાં કોંગ્રસની દેશમાં જે પરિસ્થિતિ છે તેનો કયાસ કાઢતાં એમ કહી શકાય કે, માત્ર પોતાની તાકાતના જોરે સત્તા હાંસલ કરવી એ કોંગ્રસ માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ સહયોગી રાજકીય પક્ષોએ એકમેક માટે ત્યાગ કરવા અને તડજોડ કરવા તૈયારી રાખવી જોઈએ. પરપસ્પર સહયોગ કરીને વિપક્ષોએ ગઠબંધન ઊભું કરવું જોઈએ, પણ આ ગઠબંધનનો ઉદે્શ કોંગ્રસને સત્તા પર આવતી અટકાવવા માટે ન થવો જોઈએ. તાજેતરમાં બસપાના અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે મહાગઠબંધનની રચનામાં વિક્ષેપ પડ્યો છે. સમાજવાદી પક્ષે પણ મધ્યપ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરવાનો નિર્ણય લઈ લીધો હતો,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here