રાહુલ ગાંધીએ શોલેનું ગીત ગાઈને કર્યો વ્યંગ -યે દોસ્તી  હમ નહિ તોડેંગે,  રાફેલના સોદામાં બંધાઈ છે મોદી- અનિલ અંબાણીની મૈત્રી !

0
985
REUTERS
REUTERS

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાફેલ વિમાનના સોદાની વાત કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની અજોડ મૈત્રીને ટોણાો મારતા લોકપ્રિય હિન્દી ફિલ્મ શોલેનું ગીત યે દોસ્તી હમ નહિ તોડેંગે..યાદ કર્યું હતું,. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનિલ અંબાણી સાથે ખાસ સંબંધો હોવાને કારણે જ અનિલ અંબાણીને 30,000 કરોડનો આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. રાહુલ ગાંધીએ 17 સેકન્ડનો એક વીડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર લોડ કર્યો હતો. જેમાં મોદી અને અનિલ અંબાણી એકસાથે હસતા જણાય છે. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાઓથી સતત મોદીજી પર એવો આક્ષેપ કરી રહયા છે કે ફ્રાંસની કંપની સાથે થયેલા યુધ્ધ વિમાન રાફેલના સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.  કોંગ્રેસ ઉપરોકત રાફેલ વિમાનનો સોદો કેવી રીતે કરાયો,એની કેટલી કિંમત આપવામાં આવી વગેરે વિગતો જાહેર કરવાની માગણી કરતો રહયો છે. કોંગ્રસ સહિત અન્ય રાજકીય પક્ષો પણ રાફેલ વિમાનના સોદા બાબત શંકા વ્યક્ત કરતા રહ્યા છે. રાહુલ ગાંધી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ સીધો આક્ષેપ મૂકે છે કે, ચોકીદાર જ ચોર છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here