બૃહદ મુંબઈ મહાનગરપાલિકાને હવે સમજણ આવી, આપ્યું નિવેદન: સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ માટે મુંબઈ આવી રહેલી ટીમને બીએમસી દ્વારા કવોરેન્ટાઈન નહિ કરવામાં આવે. 

 

       મુંબઈની મહાનગરપાલિકાને હવે રહી રહીને જ્ઞાન લાધ્યું છે, કે ખોટું કરવામાં સાર નથી. આખરે તો સત્યનો જ વિજય થતો હોય છે. કોઈકને ખોટી રીતે હેરાન પરેશાન કરીને, સત્તાના રૂબાબથી પોતાનું ધાર્યું કરાવી શકાતું નથી. ઉલ્ટાનું હાંસીપાત્ર બની જવાય છે. એટલે આખરે અમે જાહેરાત કરી હતી કે, મુંબઈ આવનારી સીબીઆઈની તપાસ ટીમને કવોરેન્ટાઈન નહિ કરવામાં આવે. જે અયોગ્ય કામ તેમણે બિહારથી આવેલી પોલીસની ટીમ સાથે કર્યું હતું. મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે, સીબીઆઈની ટીમ જો 7 દિવસ માટે જ રહેવાની હશે તો તેમને કવોરેન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવશે. જો ટીમ વધુ સમય માટે રોકાવાની હશે તો તેમણે એ માટે અરજી કરીને પરવાનગી લેવી પડશે, તો અમે તેમને એ પરવાનગી આપીશું. કવોરેન્ટાઈન અંગેની જે આચાર- સંહિતા સ્થાપિત કરવામાં આવી છે તેનાથી સહુ વાકેફ છે.  સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, મનોજ શશીધરની આગેવાની હેઠળ કુલ 10 સભ્યોની ટીમ મુંબઈ સુશાંત સિંહના કેસની તપાસ માટે આવી રહી છે.