જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન પરિવર્તનનો અનુભવ થાય. વધુ પરિશ્રમ કરવો પડે. આવક માટે નવા સ્રોત મળી રહે. એમાં પ્રયત્નો કરવાથી આવકમાં વૃદ્ધિ થાય. સાથોસાથ મોજશોખ પણ વધે. ગુસ્સો આવે ત્યારે મૌન ધારણ કરવું. હિંમતથી કામ કરશો તો સફળતા જ‚ર મળશે. અવરોધ આવે, પણ તમે કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ હશો. તા. ૨૩, ૨૪, ૨૫ કૌટુંબિક સાથસહકાર મળી રહે. તા. ૨૬ મધ્યમ રહે. તા. ૨૭, ૨૮, ૨૯ કામમાં સરળતા રહે. 

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ તમારા માટે થોડું સંઘર્ષપૂર્ણ રહે. તમારા વડીલો, ખાસ કરીને સ્ત્રીવર્ગની તબિયત અંગે કાળજી લેવી. ધાર્યાં કામ થવાથી આનંદ થાય. સરકારી કામગીરી હોય તો તેમાં સફળતા મળે. બોલવામાં થોડો સંયમ જરૂરી છે. મહેનતનું ફળ મળવામાં વિલંબ થાય. ધીરજ રાખવી. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટમાં સફળતા મળે. નવી તક  સ્વીકારી લેવી. તા. ૨૩, ૨૪, ૨૫ આનંદ રહે. તા. ૨૬, ૨૭, ૨૮ પ્રવાસના યોગ બને. તા. ૨૯ ઉત્સાહ રહે.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહમાં કાર્યશૈલીમાં ફેરફારો કરવા પડે. ચીલાચાલુ વ્યવહારમાં પરિવર્તન લાવી આગળ વધો તો સફળતા જ‚ર મળે. આરોગ્ય સારું રહે. પ્રતિસ્પર્ધી સાથે વાદ-વિવાદમાં ન ઊતરવું. વ્યસ્તતા અને રસપ્રદ વિષયોથી નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકશો. તા. ૨૩, ૨૪ અણધારી મદદ મળી રહે. તા. ૨૫, ૨૬, ૨૭ ધાર્યું કામ થઈ શકે. તા. ૨૮ મિશ્ર દિવસ. તા. ૨૯ સંભાળવું. કોઈ છેતરામણી જાહેરખબરના સકંજામાં આવી ન જવાય તેનું ધ્યાન રાખવું.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં થોડી દોડધામ રહે. અંગત પ્રશ્નો અથવા સામાજિક પ્રશ્નો માં ધ્યાન આપવું પડે. હકારાત્મક અભિગમ રાખી નિવેદન અથવા સમર્થન આપવું. નાના પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. તમારામાં રહેલી સચ્ચાઈને અડગ રાખી કામ કરવું. તા. ૨૩, ૨૪ સતત કાર્યરત રહેવું પડે. તા. ૨૫, ૨૬, ૨૭ ઉત્સાહ – સ્ફૂર્તિનો અનુભવ થાય. તા. ૨૮, ૨૯ આર્થિક તનાવને કારણે ગુસ્સો રહે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખી કુનેહથી કામ લેવું.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહ દરમિયાન નાના ભાઈ-બહેનો પ્રત્યે ધ્યાન આપવું પડે. તેમના અભ્યાસ અથવા કાર્યક્ષેત્રે ઉદ્ભવતા પ્રશ્ર્નોમાં ઊંડાણપૂર્વક રસ લઈ મનની ચિંતાનું નિરાકરણ લાવવું. કુટુંબીજનો સાથે ઉદાર વલણ રાખવું. તમારી જીવનશૈલીમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે. ઓફિસ અને ઘર બન્ને તરફ સમાન ન્યાય આપી કામ કરવું પડે. તા. ૨૩, ૨૪, ૨૫ ખર્ચ કરતાં પહેલાં વિચારવું. તા. ૨૬, ૨૭ માન-પ્રતિષ્ઠા વધે. તા. ૨૮, ૨૯ સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં યાત્રાના યોગ થાય. પરિવારને ભક્તિમાં સાથ આપવો. નોકરિયાતે થોડી સાવચેતી રાખી કામ કરવું. કોઈની મીઠી વાણીમાં આવી ન જવાય તેનું ધ્યાન રાખવું. સમાજમાં ધાર્મિક અને સામાજિક કાર્યોની ચર્ચાવિચારણામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો થાય. સમાજમાં તમારી નામના વધે. સ્વતંત્ર વ્યવસાય હોય તેને પ્રગતિ રહે. તા. ૨૩, ૨૪, ૨૫ ભાગ્યોદય થાય. તા. ૨૬, ૨૭ મધ્યમ ફળદાયી રહે. તા. ૨૮, ૨૯ અન્યનો સહકાર મળે.

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહપૂર્ણ રહે. કાર્યપદ્ધતિમાં ઝડપી સુધારો આવતો જણાય. કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ કઢાવી લેવાની ક્ષમતા સારી જણાય. પરિવારજનો પ્રત્યે લાગણી ખૂબ રહે. દૂર રહેતા સ્વજનો સાથે વાતચીતનો દોર રહે, જેથી ખુશી અનુભવાય. સમયનો સદુપયોગ થતો જણાય. તા. ૨૩, ૨૪ સામાન્ય રહે. તા. ૨૫, ૨૬ તબિયત સાચવવી. તા. ૨૭, ૨૮, ૨૯ પ્રતિષ્ઠા વધે. કામની કદર થાય.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહ દરમિયાન તમે તમારા ક્ષેત્રમાં નિપુણ હોવાને કારણે હરીફ વર્ગ તમારા કામમાં વિઘ્ન લાવવા કે કામ અટકાવવાના પ્રયત્નો કરે તેવું બને. સફળતા હાથવેંતમાં હોય છતાં અસફળતા મળે તેવું બની શકે. અનેકવિધ પ્રયત્નો કરી હિંમતથી આગળ વધવું. પ્રયત્ન કરવાથી સફળતા જ‚ર મળશે. તા. ૨૩, ૨૪, ૨૫ નાની નાની બીમારીથી હેરાન ન થવાય તેની કાળજી રાખવી. તા. ૨૬, ૨૭ ઉત્સાહપૂર્ણ રહે. તા. ૨૮, ૨૯ કાર્યમાં સરળતા રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધનરાશિના જાતકો માટે સપ્તાહ સારું રહે. ભાગ્યોદયકારક ગણી શકાય. નાણાકીય પ્રશ્ર્નો રહે, પરંતુ કુટુંબ-પરિવારની મદદ મળી રહેવાથી પ્રશ્ર્નોનું નિરાકરણ ઝડપી આવે. સ્નેહીજનોની અચાનક મુલાકાત થવાથી ખુશી અનુભવાય. બધા સાથે સંબંધ સાચવવો. ધીરજ રાખી કામ કરવું. તા. ૨૩ રાહત રહે. તા. ૨૪, ૨૫ ભાગ્ય દોડતું હોય તેવું લાગે. તા. ૨૬, ૨૭, ૨૮ ધાર્મિક મેળાવડા કે મિટિંગમાં ભાગ લેવાનું થાય. તા. ૨૯ આરામ રહે.

મકર (ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન પ્રતિસ્પર્ધી કે ટીકાકારોથી બચવું. તેમની સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા કે વાદ-વિવાદમાં ન ઊતરવું. સ્વાસ્થ્યની કાળજી રાખવી. ગળાને લગતી તકલીફોથી સાવધાની રાખવી. ખર્ચ કરતાં પહેલાં પ્લાનિંગ કરવું. કોઈ પણ વસ્તુ કે કામની સારી-નરસી બન્ને બાજુ ચકાસી આગળ વધવું. તા. ૨૩ કાર્યબોજ રહે. તા. ૨૪, ૨૫ ઉતાવળા કોઈ નિર્ણય ન લેવા. તા. ૨૬, ૨૭, ૨૮ નવું રોકાણ કરી શકો. તા. ૨૯ રાહત મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન સંતાનો અંગેના પ્રશ્ર્નો હોય તો ચિંતા ઓછી થાય. ભાઈ-બહેનોનો સહકાર સારો મળે. ખરાબ મિત્રોની સંગતથી દૂર રહેવા ગ્રહયોગ સંકેત કરે છે. કૌટુંબિક વાતાવરણ સાનુકૂળ રહેવાથી ઊર્જા અને આનંદસભર સમય રહે. જૂના મિત્રો દૂર રહેતા હોય તેમની સાથે વાતચીત દ્વારા અથવા ‚બ‚ મળવાનું બને. તા. ૨૩, ૨૪, ૨૫ કાર્યબોજ રહે. તા. ૨૬, ૨૭, ૨૮ તબિયત સાચવવી. તા. ૨૯ ધાર્યું કામ થવાથી આનંદ રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

વિદેશને લગતા વ્યવસાયમાં મુશ્કેલી આવી શકે. મહેનતનું ફળ મળવામાં વિલંબ થાય. મહિલાલક્ષી વ્યવસાયમાં લાભ થાય. ઓફિસ અને ઘર બન્ને વચ્ચે સંતુલન જાળવી શકો. આર્થિક સ્થિતિ સધ્ધર બને. જોકે તેના માટે થોડી મહેનત તથા સ્થળની દૂર જવાના ચાન્સ રહે. ઓફસમાં સહકર્મીઓ સાથે ચર્ચા-વિચારણા કરવી પડે. તા. ૨૩, ૨૪ ગુસ્સા પર કાબૂ રાખવો. તા. ૨૫, ૨૬ તબિયત સાચવવી. તા. ૨૭, ૨૮, ૨૯ મિશ્ર ફળદાયી રહે.