વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના પ્રધાનમંડળની સૌથી શકિતશાળી ત્રણ મહિલાઓ

0
992
Ahmedabad: External Affairs Minister Sushma Swaraj addresses at a 'Mahila Town Hall' in Ahmedabad on Oct 14, 2017. (Photo: IANS)

આજે 8 માર્ચના સમસ્ત વિશ્વ આંતર રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત ટાઈમ્સના વાચકમિત્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના પ્રધાનમંડળમાં કાર્યરત ત્રણ શક્તિશાળી મહિલાઓ વિષે જાણવામાં જરૂર રસ પડશે. મોટભાગે એવી માન્યતા ઘર કરી ગઈ છે કે રાજકારણ એ તો પુરુષોનું જ કાર્યક્ષેત્ર છે, મહિલા રાજકારણમાં કશું કરી ના શકે. પણ હવે પરિસ્થિતિ ઝડપથી બધલાઈ રહી છે. રમતગમત, સૈન્ય સહિત દરેક ક્ષેત્રમાં  નારી પોતાની શક્તિ અને પ્રતિભા પુરવાર કરી છે. રાજકારણમાં પણ હવે મહિલાઓ નોંધપાત્ર કામગીરી બજાવી રહી છે. જનમાનસને આંચકો આપીને નવી પગદંડી રચનારા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી એ મહિલા શક્તિનું એક ઉજ્જવલ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉ પણ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિંમતથી ભાગ લેનારી તેમજ પોતાનું યોગદાન આપનારી અનેક નામી – મહિલાઓના નામ ભારતની સ્વાધીનતાના ઈતિહાસમાં શામેલ છે. પણ આ સ્થળેથી આપણ વાત કરવાની છે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં કામ કરીને પોતાની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપનારીમહિલાઓની. આ ત્રણ મહિલાઓ છે- વિદશપ્રધાન સુષમા સ્વરાજ, સંરક્ષણપ્રધાન નિર્મલા સીતા રમણ  અને માહિતી – પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની.

(Photo: IANS)

સુષમા સ્વરાજ વિદેશમંત્રી તરીકે કેવળ ભારતમાં જ નહિ, વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય છે. સુષમા સ્વરાજની ખાસિયત એ છેકે તેઓ વિદેશોમાં વસતા ભારતીયની નાની મોટી સમસ્યાઓથી વાકેફ થીને એને દૂર કરવાનો ત્વરાથી પ્રયાસ કરે છે. વિદેશમાં વસતા ભારતીયનો મુશકેલીના સમયે ત્તકાળ મદદ પૂરી પાડવા માટે તો તૈયાર રહે છે. આ રીતે સુષમાજીએ અનેક વિદેશી ભારતીયોને અણીના સમયે સહાય કરીને તેમની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. કોઈ દેશમાં ખરાબ રાજકીય હાલાત પેદા થયા હોય અને ત્યાં વસતા ભારતીયનું  જીવન જોખમમાં હોય ત્યારે તેમને સહાય પહોંચાડી છે. ઈમિગ્રશન , વિઝા, જાનમાલની સુરક્ષા બેદેશોના રાજદ્વારી સંબંધો અંગે આવશ્યક એવી ડિપ્લોમસી- મુત્સદી્ગીરીને કારણે તે વિદેશના લોકોમાં પણ અતિ લોકપ્રિય છે.

IANS/PIB

મોદીની કેબિનેટમાં બીજી સશક્ત મહિલાનું નામ છે નિર્મલા સીતારમણ. આપણા હાલના સંરક્ષણપ્રધાન, ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરે ઘણાસમય સુધી આ પદ સંભાળ્યું હતું. સીતારમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે અનુ સ્નાતકની પદવી હાંસલ કરી છે.પ્રધાન પદ મેળવ્યા પહેલાં તેઓ લંડનમાં એક અર્થશાસ્ત્રી તરીકે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કંપનીમા  કામગીરી બજાવી હતી. હાલમાં સંરક્ષણ ખાતાનો ચાજૅ ગ્રહણ કર્યા બાદ તેઓ સરહદ પર સૈનિકોની મુલાકાતે અવારનવાર જતા હોય છે.. ચીનને કારણે સર્જાયેલા ડોકલામ વિવાદ વખતે તેઓ ડોકલામ જઈને ત્યાં પહેરો ભરતા ભારતીય સૈન્યને મળ્યા હતા. નરેન્દ્રમોદી તેમની કામગીરીની અવારનવાર પ્રશંસા કરતા રહે છે.

Reuters

  ત્રીજાં મહિલાપ્રધાન છે સ્મૃતિ ઈરાની . એકતા કપુરની બહુ જ લોકપ્રિય બનેલી સિરિયલ સાસ ભી કભી બહુ થીમાં તેમણે ભજવેલી તુલસી વિરાનીની ભૂમિકાને પ્રેક્ષકોએ બહુજ પસંદ કરી હતી. તેજાબી વાકછટા, સખત પરિશ્રમી સ્વભાવ, તેમજ પોતાને જે કામગીરી સોંપવામાં આવે તેના અંગે પૂરતું હોમવર્ક કરીને કામને સરસ રીતે અંજામ આપવો એ સ્મૃતિ ઈરાનીની વિિશિષ્ટતા ગણાય છે. સંસદમા વિરોધ પક્ષને તેઓ પોતાની વાકછટાથી જે રીતે હંફાવે છે, પરાસ્ત કરે છે તેન વખાણવાલાયક છે. એમની તર્કબધ્ધ દલીલોની મોદીજી પણ પ્રશંસા કરે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here