અમેરિકાની ધમકી છતા ઉત્તર કોરિયાઍ આઠ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી

 

પ્યોંગયાંગઃ અમેરિકાની ધમકી છતાં ઉત્તર કોરિયાઍ પોતાના પૂર્વી કિનારાથી સમુદ્રી તરફ આઠ બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. ઍક સર્વોચ્ચ અમેરિકી દૂતનું દક્ષિણ કોરિયામાં સિયોલથી પ્રસ્થાન કરવાના ઍક દિવસ બાદ આ ભયાનક પ્રક્ષેપણ થયું છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે મિસાઇલને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના સુનન વિસ્તારમાં લોન્ચ કરવામાં આવી છે. જાપાનની ક્યોદો સમાચાર ઍજન્સીઍ ઍક સરકારી સૂત્રના હવાલાથી તે પણ કહ્નાં કે, ઉત્તર કોરિયાઍ ઘણી મિસાઇલ લોન્ચ કરી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પોતાની સૌથી મોટી અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ સહિત અન્ય મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. નોંધનીય છે કે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સુંગ કિમે પોતાના દક્ષિણ કોરિયન અને જાપાની સમકક્ષો સાથે સિયોલમાં મુલાકાત કરી હતી. તમામ આકસ્મિક તૈયારી માટે ઉત્તર કોરિયા ૨૦૧૭ બાદ પ્રથમવાર પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્નાં છે. જાપાનની સરકારે કહ્નાં કે ઉત્તર કોરિયાઍ ઍક શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. અમેરિકાઍ પ્યોંગયાંગને સીધી રીતે કહ્નાં છે કે તે કૂટનીતિ માટે હાજર છે. અમેરિકાઍ ઉત્તર કોરિયા પર પોતાની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ પર વધુ સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોનું આહ્વાન કર્યું, પરંતુ ચીન અને રશિયાઍ વીટો કરી દીધો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કોરિયાને જાહેર રૂપથી વિભાજીત કર્યા બાદ પ્રથમવાર ૨૦૦૬માં તેને દંડ આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્તર કોરિયાઍ તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અનેક દેશોના વિરોધ છતાં કિમ જોંગ ઉન સતત મિસાઇલનું પરીક્ષણ કરી રહ્નાં છે. જેમાં બેલિસ્ટિક મિસાઇલ પણ સામેલ છે. કોરિયામાં છેલ્લે ૨૫ મેઍ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે જો બાઇડેને ઍશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ત્રણ મિસાઇલ લોન્ચ કરી હતી.