રાજ્યમાં કોરોના વાયરસના નવા ૮૩૩૮ કેસ નોંધાયા

 

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે.  રાજ્યમાં કોરોના વાયરસના નવા ૮૩૩૮  કેસ નોંધાયા છે. ૩૮ લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તેમજ રાજ્યમાં  ૨૨૯ લોકો વેન્ટીલેટર પર છે. ૭૫૨૩૫ લોકો સ્ટેબલ છે.  રાજ્યમાં છેલ્લા પાંચ જ દિવસમાં ૧૬૬ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.  

આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો ૭૫૪૬૪ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૦૮૩૦૨૨ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી ૧૦૫૧૧ લોકોના મોત થયા છે. બીજી તરફ  ૧૬૬૨૯  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૨.૬૫ ટકાએ પહોંચ્યો છે. ૪,૪૯,૧૬૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૬૫૪, વડોદરા કોર્પોરેશનમાં ૧૭૧૨, વડોદરા ૪૮૪,  રાજકોટ કોર્પોરેશનમાં ૪૭૫, સુરત કોર્પોરેશનમાં ૨૫૭, પાટણ  ૨૨૪,   ગાંધીનગર કોર્પોરેશનમાં ૨૨૩, બનાસકાંઠા ૨૧૨, કચ્છ ૨૧૦, રાજકોટ ૧૬૦, ભ‚ચ ૧૪૫, સુરત ૧૩૭, મહેસાણા ૧૩૦, મોરબી ૧૧૬, ખેડા ૧૧૨, પંચમહાલ ૯૮, આણંદ ૯૫, જામનગર કોર્પોરેશન ૯૫, સાબરકાંઠા ૮૪, વલસાડ ૮૧, ભાવનગર કોર્પોરેશન ૮૦, ગાંધીનગર ૬૪, અમરેલી ૬૧, અમદાવાદ ૪૮, જૂનાગઢ કોર્પોરેશન ૪૬, નવસારી ૩૯, ગીર સોમનાથ ૩૭, સુરેન્દ્રનગર ૩૭, તાપી ૩૪, દાહોદ ૩૩, જૂનાગઢ ૩૦, જામનગર ૨૧, છોટા ઉદેપુર ૧૬, દેવભૂમિ દ્વારકા ૧૬,  મહીસાગર ૧૬, ડાંગ ૧૩, ભાવનગર ૧૨, નર્મદા ૧૧, અરવલ્લી ૧૦, બોટાદ ૫ અને પોરબંદરમાં ૫ કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૯ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૧૧૫૪  લોકોને બીજો ડોઝ અપાયો છે.  ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૮૦૮ લોકોને પ્રથમ અને ૨૧૦૩૦ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૦૧૪૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૪૧૮૬ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે ૧૫-૧૮ વર્ષ સુધીની ઉંમરના ૩૬૬૪૩ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૨૦૫૪૮૦ ૧૫-૧૮ વર્ષ સુધીનાને બીજો ડોઝ  આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ ૫૨૬૮૪ લોકોને અપાયો છે. કુલ ૪,૪૯,૧૬૫ લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ ૯,૮૩,૮૨,૪૦૧ લોકોને રસી અપાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here