અમેરિકામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ડિસેમ્બર મહિનામાં અપાશે

 

વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ હાલમાં કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે છતાંય હજી કોરોના વેક્સિન તૈયાર થઈ નથી અને વગર કોરોના વેક્સિને એક વર્ષ સુધી લોકોએ સાવચેતી ભર્યા પગલા લઈને કોરોના સામે એક જંગ છેડી છે જેમાં ભારત વધુ સફળ રહ્યું છે, કારણ કે વિશ્વમાં કોરોનાથી સર્વાધિક રિકવર ભારતમાં થયા છે અને હાલ દેશમાં કોરોનાની ગતિ પણ સાવ ધીમી પડી છે. એવામાં સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સિનને લઈને અમેરિકાનાં મોન્સેફ સલૌઈએ જણાવ્યું છે કે ૧૧-૧૨ ડિસેમ્બરે કોવિડ-૧૯ની રસી આપવાનું શરૂ થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે અમેરિકાની ફાર્માસ્યુટિકલ ફાઈજર અને તેની સહભાગીદાર જર્મન પાર્ટનર બાયોએનટેકે પોતાની કોરોનાની રસીનાં ઉપયોગ માટેની પરવાનગી માટે અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અરજી કરી હતી, જેની સમિતિ દ્વારા ૧૦ ડિસેમ્બરનાં રોજ વિચાર વિમર્શ માટે બેઠક થનાર છે. અમેરિકામાં કોરોના વાઇરસ રસીકરણ કાર્યક્રમના વડા ડો. મોન્સેફ સ્લાઉએ જણાવ્યું હતું કે, અમારી યોજના મંજૂરી મળ્યાનાં ૨૪ કલાકની અંદર રસીને રસીકરણ પ્રોગ્રામ સાઇટ્સ સુધી પહોંચાડવાની યોજના તૈયાર કરી રહ્યા છીએ, તેથી મને લાગે છે કે પરવાનગી મળ્યાનાં બે દિવસ બાદ એટલે કે ૧૧ તથા ૧૨ ડિસેમ્બરથી રસીકરણ કાર્યક્રમ શરૂ થશે.

અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરએ જર્મનીમાં બાયોએન્ટેકના સહયોગથી આ રસી વિકસાવી છે. ફાઈઝર ૩ વિશ્વના પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં શામેલ છે જેણે તબક્કા ૩ ના અભ્યાસ માટેના વચગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ રસી ૯૫ ટકા સુધી અસરકારક હોવાનું જણાયું છે. અગાઉ અમેરિકી ફાર્મા કંપની ફાઇઝર અને તેની જર્મન પાર્ટનર કંપની ગ્જ્ઞ્ંફ્દ્દફૂણૂત્ર્ લ્ચ્એ દાવો કર્યો હતો કે પરીક્ષણ દરમિયાન કોરોનાની રસીએ અપેક્ષા કરતા બહુ સારા પરિણામ આપ્યા છે અને કોવિડ-૧૯ અટકાવવામાં ૯૦ ટકાથી પણ વધુ પ્રભાવશાળી છે. 

કોરોના વાઇરસની વાત કરીએ તો વિશ્વમાં સૌથી કોરોનાગ્રસ્ત દેશ અમેરિકા જ છે જ્યાં અત્યાર સુધી કુલ ૧,૨૫,૮૮,૦૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે ૨,૬૨,૦૦૦થી વધુ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here