દુબઈની રેસ્ટોરંટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની લોન્ચ કરી

 

દુબઈઃ ખાવા-પીવાનો શોખ મોટી વસ્તુ છે. આ શોખને પુરો કરવા માટે લોકો ગમે એટલા પૈસા ખર્ચ કરતા અચકાતા નથી. પણ તમને વિશ્વાસ થશે કે દુબઈમાં લોકો બિરયાની ખાવા માટે રૂ. 20 હજાર ચૂંકવી રહ્યાં છે.
દુબઈની એક રેસ્ટોરન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરાયની લોન્ચ કરી છે. જેની કિંમત એટલી છે કે, એમાં ભારતના એક સામાન્ય પરિવારનું આખા મહિનાનું રાશન, પાણી આવી જાય.
આટલો તો ઘણા લોકોનો પગાર પણ નહિ હોય. જેટલો આ બિરયાનીનો ભાવ છે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે આખરે આ બિરયાનીમાં એવું તો શું ખાસ છે.
દુબઈના ડીઆઈએફસીમાં આવેલ BOMBAY BOROUGH નામના રેસ્ટોરન્ટના માલિકે તેમની પહેલી એનિવર્સરી પર આ બિરયાની લોન્ચ કરી છે. જેમાં 23 કેરેટ સોનાથી સજાવટ કરવામાં આવી છે. બિરયાનીમાં જે થાળી હોય છે તે ખુબ જ મનમોહક છે. જેમાં 23 કેરેટ સોનામાંથી બનેલા ખાદ્ય વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખી ડિશ એકદમ શાહી લાગે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
દુબઈમાં લોન્ચ થયેલી આ શાહીદ બિરયાનીની કિંમત રૂ. 20 હજાર જેટલી છે. જે કોઇ ફાઈવ સ્ટાર હોટેલના શેફની સિગ્નેચર ડિશ કરતા પણ વધારે છે. હવે આટલી મોંઘી બિરયાની એક વ્યક્તિ તો ન જ ખઈ શકે. એટલે રેસ્ટોરન્ટમાં બિરયાની છ લોકો શેર કરી શકે છે. છતાં તેની કિંમત એક સામાન્ય ભારતીય માટે તો તેના ઘરની વસ્તુઓના બજેટ કરતા પણ વધારે છે.
બિરયાનીની આ ડિશમાં તમને સાથે રાયતું, કરી અને સોસા પણ સર્વ કરવામાં આવશે. તેને કેસર અને ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 23 કેરેટ ગોલ્ડથી સજાવવામાં આવશે. આ અદ્ભૂત બિરયાનીને બનતા 45 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ બનાવવામાં આવેલી વાનગીને મનમોહક રીતે સર્વ પણ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here