અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસેઃ બંને દેશો માટે આ મુલાકાત મહત્વપૂર્ણ

યુએસ રાષ્ટ્રપતિ જો બાયડન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવવાના છે અને આ પ્રવાસ માટે તેઓ ઉત્સાહિત છે ઉપરાંત 2024એ ભારત-યુએસ સંબંધો માટે મહત્વનું વર્ષ બનવા જઈ રહ્યું છે. દક્ષિણ અને મધ્ય એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, G-20માં ભારતના નેતૃત્વે વિશ્વ શાંતિ માટે એક અનોખી પહેલ કરી અને તે દિશામાં ક્ષમતાને વધુ વિસ્તૃત કરી છે. વધારેમાં અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે, આવતું વર્ષ બંને દેશ માટે એક મહત્વનું વર્ષ બનવા જઈ રહ્યું છે. આ વર્ષે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, અમેરિકા APECનું આયોજન કરી રહ્યું છે. જાપાન G-7ની યજમાની કરી રહ્યું છે એટલે કે ઘણા ક્વાડ સભ્યો નેતૃત્વની ભૂમિકાઓમાં ભાગ લઈ રહ્યા છે અને આ બધા દેશોને નજીક લાવવાની તક પૂરી પાડે છે. અમેરિકી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, અમારા રાષ્ટ્રપતિ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત માટે ઉત્સાહિત છે. G-20 નેતાઓની સમિટ માટે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. અમે આવનારા થોડા મહિનાઓમાં થનારી ઘટનાક્રમ વિશે ખરેખર ઉત્સાહિત છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિિવધ દેશો સાથે સંબંધો મજબૂત બની રહ્યાં છે. આગામી સમસમાં યુએસએ સાથે પણ મજબૂત સંબંધો બંધાશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here