કોરોનાને કારણે આવેલા પ્રવાસ પ્રતિબંધો દૂર કરવા માટેની બાઇડન સરકારની તૈયારી

0
1287

 

વિશ્વભરમાંથી અમેરિકાના પ્રવાસે આવનારા લોકોને કારણે કોવીડ-૧૯ ના ફેલાય તે માટે કડક નિયમો અને પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે અને અમેરિકા આવનારા પુખ્તવયના દરેકે વેક્સિન લેવી જરૂરી છે એવી જાહેરાત પ્રમુખ બાયડેને કરી છે. આ જાહેરાતના કારણે એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે કેટલાક દેશોમાંથી પ્રવાસીઓના આગમન પર 212 (f)પ્રવાસ પ્રતિબંધો હતા તે દૂર થશે. હવે બધા જ પ્રકારના પ્રવાસીઓ માટે એકસમાન, કડક નિયમો લાગુ પડશે.

નવેમ્બરની શરૂઆતથી અમેરિકા આવનારા દરેક વિદેશી નાગરિકે પૂર્ણ રસી લીધેલી હોવી જરૂરી છે. વિમાનમાં બેસતા પહેલાં જ રસી લીધાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. રસી લીધેલી વ્યક્તિ અમેરિકા આવવા વિમાનમાં બેસે તેના ત્રણ દિવસ પછી નેગેટિવ ટેસ્ટનો પુરાવો આપવાનો હાલનો નિયમ પણ લાગુ રહેશે.

પૂર્ણ રસી ના લેવાઈ હોય એવા અમેરિકન નાગરિક વિદેશ પ્રવાસથી પરત ફરતા હોય ત્યારે તેમણે નીચેના નિયમોનું પાલન કરીને પછી જ વિમાનમાં બેસી શકાશેઃ

 ડિપાર્ચરના એક દિવસની અંદર જ નેગેટિવ ટેસ્ટનો પુરાવો આપવાનો રહેશે;

 અમેરિકા અરાઇવલ સાથે વાઇરલ ટેસ્ટની વ્યવસ્થા કરી છે તેનો પુરાવો આપવાનો રહેશે.

CDC તરફથી કોન્ટેક્ટ ટ્રેસિંગ ઓર્ડર અપાશે, જેની હેઠળ દરેક એરલાઇન્સે અમેરિકા આવનારા દરેક પ્રવાસીના સંપર્ક માટેની પૂરતી માહિતી એકઠી કરવાની રહેશે. CDC માગે ત્યારે આ માહિતી તરત આપવાની રહેશે, જેથી કોઈને ચેપ લાગ્યો હોય તો તેના પર નજર રાખી શકાય.

આ નવા નિયમો હવે અમુક દેશો માટે નહીં, પણ દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓને લાગુ પડશે. શા માટે નિયમો બદલાયા તેને સવાલ-જવાબથી જાણીએઃ

 અગાઉની નીતિ ૮ મહિના જેટલી લાંબી ચાલી અને હવે આ ફેરફારો શા માટે?

દુનિયાભરમાં રસીકરણ શરૂ થયું અને મોટી સંખ્યામાં લોકોને રસી મળે તે પહેલાં અમેરિકાને સલામત રાખવા આ નિયમો હતા. હવે ૬ અબજથી વધુ ડોઝ અપાયા છે અને ડઝનબંધ દેશોમાં સારું એવું રસીકરણ થયું છે. નવી સિસ્ટમને કારણે અમેરિકા આવનારા પ્રવાસીઓએ પૂર્ણ રસી લીધેલી હોય તેની ખાતરી થઈ શકશે.

 નવેમ્બરથી તેનો અમલ શરૂ થવાનો છે તો અત્યારથી જાહેરાત શા માટે? આગળ શું?

અગાઉથી જાહેરાતનો હેતુ નિયમોનું અસરકારક પાલન થઈ શકે તે માટેનો છે. એરલાઇન્સ વગેરેએ આ નિયમ લાગુ પાડવા માટે તૈયારીનો સમય જોઈએ તેથી અગાઉથી જાહેરાત થઈ છે. CDC હાલના ગ્લોબલ ટેસ્ટિંગ ઓર્ડરની જગ્યાએ વિદેશી પ્રવાસીઓ માટે રસીકરણનો નિયમ જરૂરી બનાવશે, ડિપાર્ચર અગાઉ જ ટેસ્ટ થઈ જાય તેની ખાતરી મેળવશે અને રસી ના લીધી હોય તેવી વ્યક્તિ અહીં આવે પછી ટેસ્ટ કરાવે તેની ખાતરી પણ મેળવશે. આ માટે નવો કોન્ટેક્ટ ટ્રેસિંગ ઓર્ડર પણ જાહેર થશે.

 આ ફેરફારોથી અમેરિકા આવનારા પ્રવાસીઓની સંખ્યા વધશે અને તેના કારણે જોખમ વધશે નહિં?

અમેરિકા આવનારા દરેક પ્રવાસીએ રસી લીધેલી હોય તેની ખાતરી કરવા માટે જ આ નિયમો છે, જેથી જોખમ ઓછું થાય. એ જ રીતે અમેરિકાના નાગરિકે પણ વિમાનમાં બેઠાના ત્રણ દિવસ પહેલાં નહીં, પણ એક જ દિવસ પહેલાં ટેસ્ટ કરાવી લેવાનો રહેશે. તેનાથી પણ વિમાનમાં પ્રવેશનારા સામે જોખમ ઘટાડી શકાશે.

 શું આ કબૂલાત નથી કે પ્રવાસ પ્રતિબંધોનો કોઈ અર્થ હોતો નથી?

વિશ્વમાં રસીકરણ વધી રહ્યું છે ત્યારે યોગ્ય સિસ્ટમ તૈયાર કરીને અમેરિકાને સેફ રાખી શકાય છે. નવી સિસ્ટમને કારણે કોવીડ-૧૯નો ચેપ પ્રવાસીઓથી ના ફેલાય તે માટેના કડક પ્રોટોકોલનું પાલન કરી શકાશે.  

 વેક્સિનેશનના કેવા પુરાવા આપવાના રહેશે?

વિમાનમાં બેસતા પહેલાં જ રસી લીધાનો પુરાવો આપવાનો રહેશે. તે માટેની સમગ્ર પ્રક્રિયાની વિગતો જાહેર થશે.

 કઈ વેક્સિન માન્ય ગણાશે?

કઈ વેક્સિન માન્ય ગણાશે તે માટે CDC ગાઇડલાઇન માન્ય રહેશે. કોને પૂર્ણ રસી લીધેલા ગણવા તેની વ્યાખ્યા પણ તૈયાર થશે.

 જમીન સરહદેથી નોન-ઇશેન્શિયલ પ્રવાસ પરના Title-19 પ્રતિબંધો પણ હટાવાશે?

૨૧ ઑક્ટોબરથી વધુ એક મહિના માટે Title-19 પ્રતિબંધો લંબાવાયા છે અને આ નીતિ અંગે કોઈ નવી જાણકારી હાલ નથી.

 લોકો વિમાનના બદલે જમીન માર્ગે પ્રવેશ કરે તો તેને રોકવા શું પગલાં?

હાલ વિમાની પ્રવાસ માટેના નિયમો જાહેર થયા છે, જમીન સરહદે પ્રવેશ માટે હાલ નવી નીતિની કોઈ માહિતી નથી.

 પૂર્ણ રસીકરણમાંથી કોને મુક્તિ મળશે? કેટલા દેશોમાં ઓછી રસી મળે છે તેમનું શું?

બહુ ઓછા અપવાદો હશે, જેમ કે બાળકો; કોવીડ-૧૯ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા; અને, જરૂરી કારણસર માનવતાના ધોરણે પ્રવાસ કરનારા લોકો કે જેમને રસી મેળવવાનું સમયસર સુલભ ના હોય. પરંતુ આવા અપવાદો બહુ ઓછા હશે એટલું જ નહીં અમેરિકા આવીને તરત તેમણે રસી લઈ લેવાની રહેશે. દેશોની બાબતમાં અમને લાગે છે કે મોટા ભાગના દેશોમાં રસી મળતી થઈ છે. અનિવાર્ય સંજોગોમાં રસી ના લઈ શક્યા હોય તેમણે અરજી કરવાની રહેશે અને બહુ ઓછા અપવાદોને માન્ય રખાશે.

અમેરિકા અથવા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લો માટેની આ પ્રકારની માહિતીની વધુ જાણકારી ઇચ્છતા હો અથવા તો તમને, તમારા પરિવારને તે કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો291-670-0006 (x104) વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here