16 વર્ષના ભારત વંશીય ઇંગ્લેન્ડમાં યોગ શીખવાડે છે: પાંચ વર્લ્ડ ચેમ્પીયનશિપ જિત્યો છે

લંડન: માત્ર ૧૬ વર્ષના ભારત વંશીય ઇશ્વર શર્માએ સ્વીડનમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવ્યો છે અને તે સાથે તેણે મેળવેલા સુવર્ણ પદકોમાં એકનો ઉમેરો થયો છે. કેન્ટમાં આવેલાં સેવન ઓક્સ નગરમાં પોતાના પિતા વિશ્વનાથની પાસેથી તે યોગ શીખ્યો છે અને માત્ર ત્રણ જ વર્ષનો હતો, ત્યારથી યોગ-સાધના કરે છે. આ પછી કિશોરવયે પહોંચ્યો ત્યારથી અન્ય બીજાં બાળકોને પણ તે (નિ:શુલ્ક) યોગ શિક્ષા આપતો આવ્યો છે. ગત સપ્તાહે સ્વીડનનાં મેલ્મોમાં ૧૨થી ૧૪ વર્ષનાં બાળકો માટે યોજાયેલી યોગ સ્પર્ધામાં તેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. આ યોગ સ્પર્ધા ઇન્ટરનેશનલ યોગ સ્પોર્ટસ ફેડરેશને સ્વીડીશ યોગ સ્પોર્ટસ ફેડરેશનના સહકારમાં યોજી હતી. ઇશ્વર શર્માનાં કુટુમ્બીજનો જણાવે છે કે યોગ દ્વારા તેણે પોતાની સ્મૃતિ ભ્રંશ અને એકાગ્રતા ભ્રંશની ક્ષતિઓ ઉપર કાબુ મેળવ્યો છે, અને તે વિષે તે અન્ય બાળકોને પણ શિક્ષણ આપે છે. પૂર્વેના ઇંગ્લેન્ડના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેને પોઇન્ટ ઓફ લાઇટ એવોર્ડ આપ્યો છે. ઇશ્વરના પિતા વિશ્વનાથ પણ એક વિખ્યાત યોગ ગુરૂ છે, તેઓ અત્યારે વિશ્વમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ઇશ્વર પણ તેઓને તેમાં સાથ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here