જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. ૫ મે ૨૦૨૩થી તા. ૧૧ મે ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહ દરમિયાન આપ હરો ફરો, પરંતુ માનસિક શાંતિ મળશે નહિ. ઉચાટ-ઉદ્વેગના યોગો પ્રબળ જણાય છે. અકારણ ગેરસમજ, શત્રુપીડા, શારીરિક – માનસિક અસ્વસ્થતા આપને બેચેન બનાવી મૂકશે. પારિવારિક સમસ્યાઓ પણ ત્રાસદાયક બની રહેવા સંભાવના ખરી જ. પ્રવાસમાં સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૮, ૯ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૦, ૧૧ શરીરની કાળજી રાખવી.

 

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક તબક્કામાં પ્રતિકૂળતા અને ઉચાટ ઉદ્વેગ વગેરે આપનું સુખ-ચેન છીનવી લેશે. પ્રવાસનું આયોજન કર્યું હોય તો અવશ્ય સાચવવું. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ અંતિમ તબક્કમાં દિવસો સર્વ પ્રકારે આનંદમય બની રહેશે. તા. ૫, ૬, ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦, ૧૧ આનંદમય દિવસો પસાર થાય.

 

મિથુન (ક,છ,ધ)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને સર્વ પ્રકારની અનુકૂળતાની અનુભૂતિ થશે. ઘરનાં, બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. તરુણોનો ભાગ્યોદય પણ થાય. શૈક્ષણિક કારકિર્દીમાં અવશ્ય યશ સાંપડે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કાર્ય કરવું હિતાવહ બની રહેશે. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો ગણાય. તા. ૮, ૯ શુભ ઘટનાઓ ઘટે. તા. ૧૦, ૧૧ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું.

 

કર્ક (ડ,હ)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા દિવસે શોકમગ્ન બની જવાય. છૂપા હિતશત્રુઓથી સંભાળવું પડશે. સાથે સાથે પરદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓ માટે સમય સાનુકૂળ અને શુભ જણાય છે. સપ્તાહના અંતિમ ચરણમાં વડીલોની તબિયત ચિંતા રખાવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૫, ૬, ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮, ૯ કાર્ય સિદ્ધ થાય. તા. ૧૦, ૧૧ ચિંતાનું આવરણ આવી શકે.

 

સિંહ (મ,ટ)

આ સપ્તાહના પ્રારંભથી અંત સુધી આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ ચિંતા ઉપજાવશે. વિચિત્ર કહી શકાય તેવા ખોટા ખર્ચ થકી પણ આપની માનસિક શાંતિ હણાશે. નોકરિયાત વર્ગને અનપેક્ષિત બદલી મૂંઝવશે. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૮, ૯ મૂંઝવણમાં વધારો થાય. તા. ૧૦, ૧૧ વાહનથી ખાસ સંભાળવું.

 

કન્યા (પ,ઠ,ણ)

આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા પ્રબળ યોગો જણાય છે. નવપરિણીતોનો ભાગ્યોદય થાય અને આર્થિક ઉત્કર્ષ થાય તેવા સંજોગોને પણ નકારી શકાય તેમ નથી. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. શુભેચ્છકો – મિત્રોનો સહકાર આપનો ઉત્સાહ વધારશે. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો ગણાય. તા. ૮, ૯ આર્થિક લાભ થાય. તા. ૧૦ શુભમય દિવસ. તા. ૧૧ સારા સમાચાર મળતાં આનંદમાં વધારો થાય..

 

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપને દરેક કાર્યમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સરકારી તંત્ર સાથેના પ્રશ્નોમાં આપને અવશ્ય મૂંઝવણ અને મુશ્કેલીઓનો અનુભવ થાય તેવા પ્રબળ યોગો જણાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પણ ખાસ સંભાળવું પડશે. ચોરી થવાનો ભય રહેશે. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળવું. તા. ૮, ૯ મૂંઝવણ વધવા પામે. તા. ૧૦, ૧૧ માનહાનિના પ્રસંગો ઊભા થાય તેવા યોગ છે. 

 

વૃશ્ચિક (ન,ય)

આ સમયગાળામાં આપ હરો-ફરો, પરંતુ મનથી આનંદ જેવું જણાશે નહિ. સુખ-દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી આપને પસાર થવું પડશે. શારીરિક બીમારીનું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. પરદેશગમન માટે સમય સાનુકૂળ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮, ૯ મૂંઝવણ વધવા પામે. તા. ૧૦, ૧૧ શારીરિક બીમારીથી સંભાળવું.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

 

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે સાનુકૂળતા પ્રાપ્ત થતાં આનંદ-ઉમંગ વધવા પામશે. છતાં આર્થિક બાબતોમાં અતિ વિશ્વાસમાં રહી આયોજન કરવું હિતકર જણાતું નથી. શુભેચ્છકો મિત્રોની મદદથી આપનાં અટકેલાં કાર્યો પૂર્ણ થતાં અંતિમ દિવસોમાં વિશેષ આનંદ રહેવા પામે. તા. ૫ શુભ કાર્ય થાય. તા. ૬, ૭ આનંદમય દિવસો ગણાય. તા. ૮, ૯ સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦ લાભમય દિવસ. તા. ૧૧ આનંદમય દિવસ પસાર થાય.

 

મકર (જ,ખ)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. બાકી જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપના આનંદ-ઉમંગ અને ઉત્સાહમાં ઉમેરો થશે. પુત્રોત્કર્ષ આપને વિશેષ આનંદ અપાવશે. તરુણોને નોકરી મળી શકે તેવા યોગો જણાય છે. વિવાહ સંબંધ શક્ય બને. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. ૮, ૯ શુભ સમાચાર આનંદ આપશે. તા. ૧૦ લાભ થાય. તા. ૧૧ શુભ – માંગલિક પ્રસંગ બને.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સમયગાળામાં આર્થિક ઉત્કર્ષ સાથે આપને તબિયતની ખાસ કરીને પેટની બીમારીથી સંભાળવું પડશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધશે. ઉપરી અધિકારી સાથે મતભેદ થવાના સંજોગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. પરદેશગમન શક્ય બને તેમ જણાય છે. તા. ૫, ૬, ૭ આર્થિક દૃષ્ટિએ લાભ થાય. તા. ૮, ૯ તબિયતની કાળજી રાખવી પડે. તા. ૧૦, ૧૧ પ્રવાસનું આયોજન કર્યું હોય તો તેમાં સફળ થવાય.

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપ હરો-ફરો, પરંતુ મનમાં ઉચાટ-ઉદ્વેગ અને અશાંતિ સતત રહ્યા કરશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપનો આનંદ-ઉમંગ બેવડાશે. નાના-મોટા પ્રવાસનું સફળ આયોજન શક્ય બનશે. યશ-પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૫ મિશ્ર દિવસ. તા. ૬, ૭ ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરે. તા. ૮, ૯ આનંદમય દિવસો પસાર થશે. તા. ૧૦, ૧૧ યશ – પ્રતિષ્ઠા વધવા પામશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here