ઈરાને મૂક્યો આરોપ – ઈઝરાયલ અમારા દેશની મોસમ સાથે ચેડાં કરે છે. ..અમારું ચોમાસુ ચોરી જય છે, અમારા વાદળોને વરસવા દેતું નથી.. !!!!

0
1066

2011માં ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીએ યુરોપના દેશો પર એવો આક્ષેપ મૂક્યો હતો કે, આ દેશો ઈરાન પર વરસનારા વાદળને કેદ કરી લે છે, ઈરાનમાં વરસવા દેતાં નથી. ઈરાનના એક લશ્કરી વડાએ હાલમાં એવો આરોપ મૂક્યો છે કે, ઈઝરાયલ ઈરાનના આકાશમાં ઘેરાતા વાદળોને રોકી લે છે, ઈરાનમાં થનારી બરફ – વર્ષાને અટકાવી દે છે. જેને કારણે ઈરાનમાં વરસાદ પડતો નથી. ઈરાની સૈન્યના બ્રિગેડિયર જનરલ અને ઈરાનના સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશનના વડા ગુલામ રઝા જલાલીએ જણાવ્યું હતું કે ઈરાનમાં થઈ રહેલું જળ અને વાયુ પરિવર્તન શંકા જન્માવે છે. આ પરિવર્તન વિદેશી હસ્તક્ષેપને કારણે થઈ રહ્યું હોવાની સંભાવના છે. ઈઝરાયલ તેમજ એક અન્ય દેશ એવી કોશિશ કરી રહ્યા છે કે ઈરાનના આકાશમાં વાદળો ઘેરાય ખરા, પણ વરસે નહિ..જો કે ઈરાનના હવામાન વિષયક વડા જલાલીના આ તર્ક સાથે સહમત થતા નથી. હવામાન વિભાગના વડા અહેદ વજીફે જણાવ્યું હતું કે, હવામાન વિષે મને જેટલી જણકારી કે જ્ઞાન છે , તેને ધ્યાનમાં રાખીને હું કહું છું કે, કોઈ પણ દેશ વાદળા કે બરફની ચોરી કરી શકે નહિ. ઈરાનમાં ઘણા  લાંબા સમયથી દુષ્કાળ છે. આ એક વૈશ્વિક સમસ્યા છે. આ પ્રકારની શંકાઓ રજૂ કરવાથી આપણી સમસ્યાનું નિરાકરણ નહિ થાય આપણે આ સમસ્યાને દૂર કરવાનો વિચાર કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here