ભારતથી આવતી ફલાઈટ ઓસ્ટ્રેલિયાએ બંધ કરી

 

મેલબર્નઃ ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી ફલાઈટ્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે, તેવું વડા પ્રધાન સ્કોટ મોરિસને મંગળવારે જાહેર કર્યું હતું. ૧૫ મે સુધી ફલાઈટ્સ બંધ રાખવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે. સિંગાપોર, દોહા, દુબઈ અને કુઆલાલમ્પુર અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા જતી ભારતની ફલાઈટ આ અગાઉ સંબંધિત દેશો દ્વારા બંધ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ અથવા પીઆર ધરાવતા લગભગ ૯૦૦૦ લોકો ભારતમાં છે જેમને ઓસ્ટ્રેલિયા જવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સમાં નામ નોંધાવ્યા છે. ભારતમાં રહી ગયેલાઓને જેમ બને તેમ જલદી ઓસ્ટ્રેલિયા જવા માર્ગ મોકળો કરાશે અને તેમાં પણ વધુ વય અથવા કોઈ નબળાઈ ધરાવનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, તેવું વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું.