જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 2 ફેબ્રુઆરી 2024 થી તા. 8 ફેબ્રુઆરી 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહની શરૂઆત ઘણી સારી અને નોîધપાત્ર થાય. મહેનતનું વળતર અને યશ મળશે. અંતિમ દિવસોમાં પોતાની કાર્યપદ્ધતિને વધારે સચોટ બનાવવી પડશે. વેપારીઓના અટવાયેલા પ્રશ્નોનું સમાધાન મળવાથી આવકના નવા રસ્તાઓ ખૂલશે. નોકરિયાતોઍ કરેલાં કાર્યોમાં યશ મળે. આગળ વધવાની તક મળે. યુવાનોને મહેતનનું ફળ મળશે. સંઘર્ષ ઘટશે. 

 

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહમાં શરૂઆતનો સમયગાળો સાચવી લેવાથી બધા જ દિવસો ઘણી બધી સાનુકુળતા અને રાહત આપશે. તેથી પરિસ્થિતિનો પારખીને ઉપયોગ કરવો. વેપારીઅોએ વધારે મેળવવાની લાલચમાં ગુમાવવું ન પડે તે જાવું. નોકરિયાતોને પોતાનાથી ચડિયાતાની મદદ મળશે. યુવાનોને પોતાની આવડત બતાવવાની તક તથા અનુરૂપ ફાયદો મળે. વિદ્યાર્થીઓએ સંભાળવું. 

 

મિથુન (ક,છ,ધ)

આવનારા દિવસોમાં શરૂઆતના અને અંતના દિવસો બહુ ઉપયોગી બનશે, પણ સપ્ïતાહના વચ્ચેના દિવસોમાં વધારે સંભાળ રાખવી. આ દિવસોમાં હતાશા ન આવે તે જાવું. વેપારી અને નોકરિયાતોએ કઈ બાબત કેટલી અને કેવી ઉપયોગી છે તેની ચીવટ રાખવી જરૂરી છે. મહેનતનું વળતર અટકતાં-અટકતાં મળશે. યુવાનોએ અશક્ય  બાબતોમાં  ઉત્સાહી ન બનવું. 

કર્ક (ડ,હ)

આ સપ્તાહ એકંદરે સામાન્ય કક્ષાનું પસાર થાય. અલબત્ત, અંતિમ દિવસોમાં થોડીક સાવધાની અને ચપળતા રાખવાથી વધુ ફાયદામંદ સ્થિતિ બને. વેપારીઅોને વેપાર વધારવાના પ્રયત્નોમાં સમયનો સાથ મળે. આર્થિક વળતર મળે. નોકરિયાતો પોતાના કાર્યક્ષેત્રમાં ધારણા કરતાં વધારે સફળતા મેળવી શકશે. યુવાનોની માનસિકતામાં ફેરફાર થવાથી સફળતાનો રસ્તો સ્પષ્ટ થાય.

સિંહ (મ,ટ)

આ સપ્તાહ અનેક રીતે ઉપયોગી બનતું જણાશે. પોતાને મૂંઝવતી બાબતોમાં સમાધાનનું માર્ગદર્શન મળશે. અંતિમ દિવસોમાં ઉતાવળ પર નિયંત્રણ રાખવું જરૂરી બનશે. વેપારીઓએ  વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોમાં અટવાઈ ન જવાય તે જાવું. નોકરિયાતોને ફરજની ગંભીરતા વધવાથી કોઈ વિશેષ લાભ મળતો જણાશે. નવા મિત્રોની મદદ મળે. 

કન્યા (પ,ઠ,ણ)

આવનારા દિવસોમાં શરૂઆતના દિવસો થોડા અટપટા અને કંઈક વિશેષ પરીક્ષા પછી સફળતા અપાવનારા બનશે. તેથી શરૂઆતમાં હિંમત હાર્યા વિના સંજાગો સામે ટકી રહેવું. વેપારીઓ પોતાની અક્કલ અને અનુભવના સમન્વયથી આવકના નવા દરવાજા ખોલી શકશે. નોકરિયાતોએ કરેલા નવા નવા પ્રયોગોનું આશાસ્પદ પરિણામ મળે. 

તુલા (ર,ત)

આ સપ્તાહની સ્થિતિ સામાન્ય બને. શરૂઆતમાં થોડી વધારે મહેનત કરી લેવાથી બધા જ દિવસોનો વ્યવસ્થિત લાભ લઈ શકાય તેમ જ બિનજરૂરી દોડાદોડીથી બચાવ થાય. વેપારીઓએ સમજીવિચારીને આગળ વધવું. ખોટા લાભમાં વધુ ગુમાવવાની સ્થિતિ ન બને તે જાવું. નોકરિયાતોએ માત્ર પોતાનાં કાર્યોમાં જ ધ્યાન આપવું. 

વૃશ્ચિક (ન,ય)

આ સપ્તાહની શરૂઆત મનગમતા સમાચારથી થાય. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સફળતામાં વધારો થાય. જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક બનેલો જણાશે. વેપારીઓને જૂના તથા નવા સંપર્કો દ્વારા આવક વધવાના યોગો બને. નોકરિયાતોને પોતાની આવડત અને ખૂબીનું વળતર ઘણું સારૂં મળશે. યુવાનો ઝીણવટના લીધે ઘણા બધા પ્રશ્નો ઉકેલાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સપ્તાહ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આપનારૂં બનશે. પોતાની સમયસૂચકતાના લીધે નવો રસ્તો મળશે. સરળતાની માત્રા વધે. વેપારીઓને અનુભવાતી અવઢવમાંથી જ વિકાસની શક્યતા દેખાય. નવા ગ્રાહકો મેળવી શકાશે. નોકરિયાતોને આવક વધારવાની કે બઢતીની સ્થિતિ બનશે. ઉપરીની મદદ મળે તેવા યોગ છે.

મકર (જ,ખ)

આ સપ્તાહ આમ તો ફાયદાકારક કહી શકાય, પણ સંજાગોને સરળતાથી અને ઝડપથી કળવામાં થોડી મુશ્કેલી આવે તો નવાઈ નહિ. સમયનો જેટલો થાય તેટલો વ્યવસ્થિત ઉપયોગ કરવો. વેપારીઓ  વેપાર વધારવાના પ્રયત્નો અટકી અટકીને ફળે. ઉઘરાણી ઉકેલાય. નોકરિયાતોની કાર્યસૂઝ અને વિવિધતાની નોંધ લેવાય.  

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહની શરૂઆત થોડી કસોટીવાળી અને વધારે મહેનત માગી લે તેવી બને. તેથી સમય પ્રમાણે પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે, જેથી ટકી શકાય. વેપારીઓએ આવક માટે ખોટાં પ્રલોભનોમાં ન પડવું. યોગ્ય નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. નોકરિયાતોએ વાદ-વિવાદનો ભોગ ન બની જવાય તે જાવું. યુવાનોએ માત્ર વાતોમાં સમય ન બગાડતાં આગળ વધવું. 

મીન (દ.ચ,ઝ,થ)

આવનારા દિવસોમાં થોડી વધુ ચતુરાઈથી કામ લેવાથી ઘણી બધી સરળતા એકસાથે આવશે. અલબત્ત ખોટાં આંધળૂકિયાં કરવાથી બચવું. વેપારીઅોને પોતાનો અનુભવ કામકાજમાં ઘણો સહાયક બને. આવકના નવા નવા સ્રોતો મળશે. ભાગીદારોનો સાથ મળે. નોકરિયાતોને કંઈક અલગ કરી બતાવ્યાનો આત્મસંતોષ અનુભવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here