અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધવાની શક્યતા

 

દુબઇઃ ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજની પાસે આવી ગયા તો અમેરિકન યુદ્ધ જહાજમાંથી ગોળીબાર કરી અમેરિકન સૈનિકોએ ઇરાનને ચેતવણી આપી હતી. જો કે ઇરાન દ્વારા આ ઘટના અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના અંગેની વીડિયો ફૂટેજ સામે આવ્યો છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાય છે. 

કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે ત્યારે  પર્શિયન ગલ્ફ સીમાં ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે.  અહીંયા મોજૂદ અમેરિકાના એક યુદ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુદ્ધ જહાજ પર ફાયરિંગ કર્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી વિગતો દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે ઈરાનનું જહાજ અમેરિકન નેવીના યુદ્ધ જહાજની નજીક આવી ગયું હતું. અમેરિકાએ દાવો કર્યો છે કે, અમેરિકન યુદ્ધ જહાજ યુએસએસ ફાયરબોલ્ટે ઈરાનના જહાજને ચેતવણી આપી હોવા છતા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસનું જહાજ અમેરિકન યુદ્ધ જહાજની વધારે ને વધારે નજીક આવી રહ્યું હતું. અમારા જહાજના ૬૨ મીટરના દાયરામાં ઈરાનનું જહાજ આવી ગયા બાદ આખરે ચેતવણી આપવા માટે ફાયરિંગ કરવું પડયુ હતું તેમ જણાવ્યું હતું. 

અમેરિકન નૌસેનાના કહેવા પ્રમાણે યુદ્ધ જહાજે ફાયરિંગ કર્યા બાદ ઈરાનના જહાજો પાછા હટયા હતા. રેવોલ્યુશનરી ગાર્ડસ દ્વારા પર્શિયન ગલ્ફમાં બેજવાબદારીપૂર્ણ રીતે જહાજો હંકારવામાં આવતા હોય છે.  જોકે ઈરાન તરફથી હજી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે પરમાણુ કરાર પર વાતચીત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here