વિવાદોમાં સપડાયેલો રિયાલિટી શો બીગ બોસ-13 – કન્ટેન્ટની રજૂઆત અશ્લીલ હોવાની ફરિયાદો

0
961

ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને એક દીર્ઘ પત્ર લખીને હાલમાં સોની ટીવી દ્વારા ટેલિકાસ્ટ કરવામાં આવતા રિયાલિટી શો બિગ બોસનું પ્રસારણ બંધ કરાવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ શોમાં અશ્લીલ દ્રશ્યો રજૂ કરવામાં આવે છે. આવા દ્રશ્યોથી જ આખો શો ભરેલો હોય છે. ઘરમાં બેસીને પોતાના પરિ્વારજનો સાથે જોઈ શકાય એવો આ શો નથી. એટલું જ નહિ, આ શો માં જતિવાદને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાતના શયન દ્રશ્યો બતાવીને સંસ્કાર તેમજ સુરુચિનો ભંગ કરનાર કાર્યક્રમના સંચાલક સલમાન ખાન સામે કાયદેસર કામ ચલાવવાની  પણ માગણી કરવામાં આવી રહી છે. સામાજિક સમરસતા- સામાજિક એખલાસને નુકસાન પહોંચાડે એવું કન્ટેન્ટ જણીબુઝીને રજૂ કરવામાં આવેછે. માત્ર દર્શકોની સંખ્યા વધારવા- ટીઆરપી વધુ મેળવવા માટે ભારતીય પરંપરા , સામાજિક મીલ્યો અને નૈતિકતાનેો ખતમ કરવૈાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ શો યુવાવર્ગ પર વિપરીત અસર કરે એવી પ્રબળ સંભાવના છે. બે વિપરીત ધર્મનૈા યુવક- યુવતીને સાથીદાર બનાવીને તેમના શયન દ્રશ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે. સમાજની શાંતિ ભંગ કરવાના ઈરાદાથી આવી વિકૃત રજૂઆત કરવામાં આવી રહી છે.

  મળેલી માહિતી અનુસાર, કરણી સેના અને અન્ય હિંદુ સંગઠનો પણ બિગ બોસની રજૂઆતનો વિરોધ કરી રહ્યા છે. અનેક શહેરોમાં શોની વિરુધ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here