સુરત અને ઈંદોર દેશના સૌથી સ્વચ્છ શહેરઃ સ્વચ્છ સર્વેક્ષણ

અમદાવાદ: આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય તરફથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ’ એવોર્ડ એનાયત ર્ક્યા. સુરત અને ઈન્દોર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંકે રહ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધામાં 2020થી સતત બીજાં સ્થાને રહેલા ડાયમન્ડ સિટી સુરતે આ વખતે ઈન્દોર સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ઈન્દોરે સતત સાતમીવાર સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યો છે. દરમિયાન રાજ્ય શ્રેણીમાં મહારાષ્ટ્ર પહેલાં, મધ્ય પ્રદેશ બીજાં અને છત્તીસગઢ ત્રીજાં સ્થાને રહ્યાં છે. સ્વચ્છ ગંગા શહેરોની શ્રેણીમાં ઉત્તરપ્રદેશના વારાણસી અને પ્રયાગરાજ પ્રથમ ક્રમાંકે રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના ભારત મંડપમમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ 2023’ એવોર્ડ એનાયત ર્ક્યા. એક લાખ કરતાં ઓછી વસ્તીની શ્રેણીમાં સૌથી સ્વચ્છ શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ, છત્તીસગઢનું પાટણ અને મહારાષ્ટ્રનું લોનાવાલા અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહ્યા છે.
હરદીપસિંહ પુરીએ આ અભિયાન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, સ્વચ્છ સર્વેક્ષણ માટે 4447 શહેરને યાદીમાં રાખવામાં આવ્યા હતા અને 12 કરોડ નાગરિકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 2014માં ફક્ત 15થી 16 ટકા કચરા પર વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરવામાં આવતી હતી. વર્તમાનમાં 76 ટકા કચરાનો નિકાલ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. ભોપાલ દેશનું પાંચમું સૌથી સ્વચ્છ શહેર બન્યું. ગયા વર્ષે તે છઠ્ઠા સ્થાને હતું. ઈન્દોરને ગાર્બેજ ફ્રી સિટીમાં સેવન સ્ટાર રાટિંગ મળ્યું છે. આ વખતે મધ્યપ્રદેશે ભારતના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવને આ એવોર્ડ એનાયત કરાયો હતો. છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. મહારાષ્ટ્રને રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે પ્રથમ એવોર્ડ મળ્યો છે. 2022માં મધ્યપ્રદેશ રાજસ્થાન-મહારાષ્ટ્રને પછાડીને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું હતું. 100થી વધુ શહેરો ધરાવતાં રાજ્યોમાં મધ્યપ્રદેશ નંબર-1 પર આવ્યું હતું, તેમજ ઇન્દોરે સ્વચ્છતાની સિક્સર ફટકારી હતી. ભોપાલ પણ સાતમાથી છઠ્ઠા રેન્કિંગ પર આવી ગયું છે. 2017 અને 18માં ભોપાલ દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર હતું. ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણ એ વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે. શહેરોમાં સ્વચ્છતા જાળવવા માટે તેની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. સ્વચ્છતા સર્વેક્ષણની 8મી સિઝન હેઠળ 2023માં 4500થી વધુ શહેરોને યાદીમાં રાખવામાં આવ્યાં હતાં.
આ વખતે સર્વેની થીમ વેસ્ટ ટુ વેલ્થ રાખવામાં આવી હતી. આ શહેરોમાં 1 જુલાઈથી 3 હજાર કર્મચારીઓને સ્વચ્છતાના મૂલ્યાંકનનું કામ સોંપવામાં આવ્યું હતું. શહેરોનું મૂલ્યાંકન 46 પેરામીટર પર કરવામાં આવ્યું હતું. લગભગ 10 કરોડ નાગરિકો પાસેથી ફીડબેક લેવાનો લક્ષ્યાંક હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here