તેલંગાણામાં કોંગ્રેસની જીત

તેલંગાણાઃ તેલંગાણામાં પહેલીવાર કોંગ્રેસના મુખ્ય પ્રધાન શપથ લેવાના છે ત્યારે તેની તારીખો નક્કી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાં કોંગ્રેસનો શપથ ગ્રહણ સમારોહ 4 અથવા 9 ડિસેમ્બરે યોજાઈ શકે છે. તેલંગાણા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે રાજ્ય કોંગ્રેસના વડા રેવન્થ રેડ્ડીએ તેને 4 અથવા 9 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું છે. રેડ્ડીની પાર્ટી 60 બેઠકોના જાદુઈ આંકડાને પાર કરી રહી છે. રવિવારે તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અંજની કુમારને શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
તેલંગાણા પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રેડ્ડીએ ડીજીપી, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) અને એડીજી સીઆઈડી સાથે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે 4 અથવા 9 ડિસેમ્બરે શપથ લેવાની શક્યતા વ્યક્ત કરી હતી. રેડ્ડીએ તેમને કહ્યું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં રાજ્યપાલને મળશે અને સરકારની રચના અંગે ચર્ચા કરશે.
તેમણે કહ્યું કે આજે સાંજથી મુહૂર્ત શરૂ થશે. તેથી, જો શક્ય હોય તો, 9 ડિસેમ્બરે સમારોહ યોજવામા આવશે. આ કાર્યક્રમ એલબી સ્ટેડિયમ ખાતે યોજાશે.
તેલંગાણા પોલીસ વડાએ નિર્દેશ આપ્યો કે દરેક વિજેતા ઉમેદવારને 2+2 વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ) મળશે, જ્યારે વરિષ્ઠ અધિકારીઓને ઉચ્ચ-ગ્રેડ સુરક્ષા મળશે. ડીજીપીએ કહ્યું, સુરક્ષા વિંગને તમામ ચૂંટાયેલા ઉમેદવારો માટેના ખતરાનું મૂલ્યાંકન કરતો રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
અંજની કુમારે હૈદરાબાદ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શપથ ગ્રહણ સમારોહ માટે અસરકારક સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.
જોકે બીજી બાજુ ડીજીપીની રેવાન્થ રેડ્ડી સાથેની મુલાકાત તેમના સસ્પેન્શનનું કારણ બની છે. તેઓ રેડ્ડીને પુષ્પગુચ્છ સાથે મળવા ગયા હતા. જેને લઈને તેમને મોડેલ કૉડ ઓફ કન્ડક્ટ (ભારતીય આચારસંહિતાના) ના ભંગ બદલ ચૂંટણી પંચ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2000 કરતા પણ વધારે ઉમેદવારોમા તેઓ માત્ર રેડ્ડીને જ મળવા ગયા તે તેમના લાભ લેવાના ઈરાદા દર્શાવે છે, તેમ ચૂંટણી પંચએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here