‘આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

 

ગાંધીનગરઃ પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિગ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે, ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિગ કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાઍ જણાવ્યું હતું.

વધુમાં મંત્રીઍ કહ્નાં કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાને પ્રવાસનને ઍક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ ઍટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે. ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓઍ મુલાકાત લીધી તેની માહિતી પણ ઍકત્ર થશે ઍટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, શરવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. 

મંત્રીઍ વધુ વિગતો આપતાં કહ્નાં હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્ના છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે ઍટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરૂં પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે.  

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ રાકેશ વર્માઍ ઇ-માધ્યમથી સંબોધન કરતા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા આ પ્રકારના ડેટા ઍકત્રિત કરતા ડેશબોર્ડના નિર્માણ બદલ  સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પ્રવાસન સચિવ હારિત શુક્લાઍ કહ્નાં હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ચાલુ વર્ષના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે જેના પરિણામના સ્વરૂપે પ્રવાસન ક્ષેત્રે વિકાસની સાથે રોજગારીની તકો ઉભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ પ્રવાસનને મિશન મોડ તરીકે લેવા આહવાન કરીને તેમાં ટેકનોલોજી અને ડિજિટિલાઇઝેશનનો મહતમ ઉપયોગ કરવા પર ભાર મુક્યો છે. ટીસીજીઍલના ઍમડી અને કમિશનર આલોક પાંડેઍ ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્નાં હતું કે, AATITHYAM ઍટલે Aggregate of Accessible tourist Information on Torisum & Hospitality of Yatra And their Memories.જેમાં ગુજરાતના વિવિધ ૧૫ વિભાગોના સહયોગથી ડેશબોર્ડ માટે પ્રવાસન સંબંધિત ડેટા ઍકત્રિત કરાશે. હાલમાં આ ડેશબોર્ડમાં ગુજરાતના ૧૦૯ પ્રવાસન સ્થળોની વિગતોનો સમાવેશ થાય છે જેમાં વધારો કરીને ૨૦૦ સુધી લઇ જવાશે. આ પ્રસંગે પ્રવાસનના અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લામાંથી કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ અધિકારીઓ, રાજ્યના વિવિધ ટુરિઝમ ઍસોસિઍશનના પ્રતિનિધિઓ ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here