ભારત- કેનેડાના વડાપ્રધાનોની દ્વિપક્ષી બેઠક – બન્ને દેશો વચ્ચે છ કરારો થયા

0
1291
The Prime Minister of Canada, Mr. Justin Trudeau signing the Visitors’ Book, at Hyderabad House, in New Delhi on February 23, 2018.
Photo: PIB

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રવાસે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો વચ્ચે હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી. બન્ને નેતાઓએ મૈત્રી અને એખલાસના વાતાવરણમાં ચર્ચા કરી હતી. આ મંત્રણા દરમિયાન બન્ને દેશો વચ્ચે પરસ્પર સહકારના છ કરાર કરવામાં આવ્યા હતા. જેમાં એનર્જી, રમતગમત, ઈન્ટેલેકચ્યુઅલ્સ પ્રોપર્ટીઝ, હાયર એજ્યુકેશન,,સાયન્સ , ટેકનોલોજી અને ઈનોવેશન વગેરેનો સમાવેશ થતો હતો. મંત્રણા બાદ બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદન પ્રગટ કર્યું હતું. આ પ્રસંગે પત્રકારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમારા ભારતના સાર્વ ભૌમત્વ, એકતા અને અખંડિતતાને પડકારનારા ભાગલાવાદી મનોવૃતિ ધરાવનારા લોકોને  માટે અહીં કોઈ સ્થાન નથી. ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના ડેલિગેશનમાં ખાલિસ્તાનના સમર્થક જસપાલ અટવાલને સામેલ કરવાથી ટ્રુડોનો આ પ્રવાસ વિવાદના વમળમાં ઘેરાયો હતો.

The Prime Minister, Shri Narendra Modi presents his book Exam Warriors to the Prime Minister of Canada, , at Hyderabad House, in New Delhi on February 23, 2018.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, હું કેનેડાની મુલાકાતે ગયો હતો ત્યારે કેનેડાના લોકોમાં ભારત પ્રત્યેનો આદર મને જોવા મળ્યો હતો. મને આશા છેકે વડાપ્રધાન ટ્રુડોને પણ સપરિવાર ભારતની મુલાકાત લેવાનો આનંદ મળ્યો હશે. અમે સાથે મળીને આતંકવાદનો સામનો કરવા અને સુરક્ષાને વધુ સધન બનાવવાના પ્રયાસો કરીશું. હાયર ઓજ્યુકેશન માટે ભારતના વિદ્યાર્થીઓ માટે કેનેડા એક ઉત્તમ ડેસ્ટિનેશન છે. એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે. એ માટે અમે એમઓયુ રિન્યુ કર્યા છે. આપણી એટોમિક એનર્જી વધારવાની જરૂર છે. કેનેડા યુરેનિયમનું મોટું સપ્લાયર છે. કેનેડા અમારી જરૂરિયાતો પૂરી કરી શકે એમ છે. અમે કેનેડા સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ. અમે કેનેડા સાથે મળીને કામ કરવા માગીએ છીએ. ઉત્તર કોરિયા અને માલદીવમાં લોકશાહી તંત્રની સ્થાપના બાબત અમે સમાન મત ધરાવીએ છીએ.

Photo: PIB

વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકા મૈત્રી અને ભાગીદારીને આગળ વધારી રહ્યા છે. કેનેડાની ઈકોનોમીમાં વૈવિધ્ય છે. ભારત વ્યાપારિક સંબંધોના ક્ષેત્રમાં અમારો વિશ્વસનીય ભાગીદાર દેશ છે.

Photo: PIB

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here