વિશ્વ હિંદુ પરિષદ 25મી નવેમ્બરે યોજશે અયોધ્યા, બેંગલુરુ અને મુંબઈમાં વિશાળ રેલી — રામ- મંદિર નિર્માણ માટે સરકાર પર દબાણ લાવવાનું આયોજન

0
898

વિશ્વ હિંદુ પરિષદ – વીએચપી આગામી 25મી નવેમ્બરના દિને વિશાળ જનરેલીનું આયોજન કરી રહી છે. ભારતના ત્રણ મહત્વના શહેરોમાં આ જનરેલી યોજાશે. ઉત્તર ભારતમાં અયોધ્યા, મધ્ય ભારતમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરુમાં રેલીનું આયોજન કરવાની ગોઠવણ વિશ્વ હિંદુ પરિષદ કરી રહી છે.

     દિલ્હી ખાતે યોજાયેલી સાધુ- સંતોની ઉચ્ચાધિકાર સમિતિની બેઠકમાં દેશભરમાં આ પ્રકારની જનરેલીઓનું આયોજન કરવાના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. વીએચપીના મહામંત્રી સુરેન્દ્ર જૈનના જણાવ્યા પ્રમાણે, આ રેલીમાં 5થી10લાખ લોકો સામેલ થશે. જેમાં સાધુ- સંતોનો સમુદાય અને રામ- મંદિરના સમર્થકોનો સમાવેશ થાય છે.

  વિશ્વ હિંદુ પરિષદ આ પ્રકારની જનરેલીઓ યોજીને સરકાર પર રામ- મંદિરના નિર્માણની બાબતે દબાણ લાવવા પ્રયાસ કરી રહી છે. નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આગામી 9 ડિસેમ્બરે વિરાટ જનરેલી યોજવામાં આવી રહી છે. સંસદના શિયાળુ સત્રની પહેલા આ રેલીનું આયોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here