વિજય માલ્યાને જે જેલમાં રાખવાના છે તે જેલની રૂમનો વિડિયા બતાવો – બ્રિટિશ કોર્ટનો આદેશ

0
865

કિંગ ફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાને આજે લંડનની વેસ્ટમિન્સ્ટર અદાલતે જામીન આપ્યા છે. તેના કેસની આગામી સુનાવણી 12મી સપ્ટેમ્બરે કરવામાં આવશે. અદાલતમાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે ભારત સરકારના અધિકારીવર્ગનો  આદેશ આપ્યો હતો કે, માલ્યાને મુંબઈ સ્થિત જે આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા તે જેલની બેરેક નંબર 12નો વિડિયો ઉતારીને અદાલતને સુપરત કરવામાં આવે. અદાલતમાંથી જામીન મળ્યા બાદ વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, તેઓ 2015થી બાકી નીકળતા નાણાં બેન્કોને ચુકવવા માટે તૈયાર છે. વિજય માલ્યાએ ભારતની જેલોની હાલત સારી નહિ હોવાનું જણાવ્યું હતું. જેલની હાલત અને તેમાં મળતી સગવડ અંગે રજૂઆત કરીને માલ્યાએ તેના પ્રત્યાર્પણનો વિરોધ દર્શાવતી અરજી કરી હતી.  એ બાબતને લક્ષમાં રાખીને અદાલતે મુંબઈની જેલની વાસ્તવિકતાનો ચિતાર મેળવવા માટે ભારત સરકારને જેલન વિડિયો મોકલી આપવાનું ફરમાન જારી કર્યું હતું,. એ માટે ભારત સરકારને 6 સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here