પાકિસ્તાનને મળતું ભારતની ત્રણ નદીઓનું પાણી અટકાવી દેવામાં આવશે. -કેન્દ્રીય જળ-સંસાધનમંત્રી નીતિન ગડકરીનું નિવેદન

0
835


જમ્મુ- કાશ્મીરના પુલવામામાં ભારતીય સૈન્યની મિલિટરી વાન પર આતંકીહુમલો કરીને ભારતના સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના નવલોહિયા સૈનિકોના મૃત્યુ નિપજાવનારા ભાસવાદી સંગઠન જૈશ- એ. મોહમ્મદ અને એને પનાહ આપનારા પાકિસ્તાન પ્રત્યે ભારતની સમસ્ત પ્રજાનો રોષ અને તિરસ્કાર અત્યારે ચરમ સીમાએ છે. ફીકિસ્તાનને પાઠ ભણાવવામાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લશકરને છૂટો દોર આપ્યો છે. પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાખવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે. પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લીધો છે. હવે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના બાહોશ અને સ્પષ્ટવક્તા પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છેકે, ભારતની જે ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે, તે બંધ કરવામાં આવશે. એ જળપ્રવાહ અટકાવી દેવાશે. આઐ નદીઓ પર ડેમ બાંધીને એનું પઆણી જમ્મુ- કગાશમીર અને પંજાબને મંળે એવી ગોઠવણ કરવામાં આવશે. ઉત્રપ્રદેશના બાગપતમાં વિભિન્ન સરકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિષે વાત કરતા ં ગડકરીે કહ્યું હતું કે, પાકિસ્તાન જનારું ત્રણે નદીઓનું પાણી યમુનામાં ભેળવવાની માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે પાકિસ્તાનને આપણી નદીઓનું પાણી હરગિઝ નહિ અપાય.

પુલવામામાં આતંકી હુમલા બાધ આખો દેશ રોષે ભરાયો છે. આખો દેશ એક થઈને પાકિસ્તાનની વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગદણી કરી રહયો છે. સરકારે પાકિસ્તાનને આર્થિક રીતે નબળું કરવા માટે તેને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો સમાપ્ત કરપી દીધો છે. ભારતે આનિર્ણય 23 વરસ બાદ લીધો છે. પાકિસ્તાનથી ભારતમાં આવનારા માલ- સામાન પર 200 ટકાનો આયાત વેરો લગાવવામાં આવ્્યો છે. ભારતના વેપારીઓએ પાકિસ્તાન સાથે આ.યાત-નિર્યાત બંધ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here