કેરળની હાઈકોર્ટે ધર્મના મુદા્ પર ચૂંટણી લડીને વિજયી થનારા ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા …

0
754

કેરળ હાઈકોર્ટે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લિગના ધારાસભ્ય કે. એમ કાજીને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા છે તેમણે 2016માં યોજાયેલી ચૂંટણીમાં જીતવા માટે ધર્મના નામનો ઉપયોગ કર્યો હતો. કે એમ કાજી કેરળના આઝીકોડે વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ  પી. ડી. રાજને કેરળ વિધાનસભાના અધ્યક્ષ અને કેરળના ચૂંટણીપંચને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. કે એમ. કાજી સામે ચૂંટણી લડેલા અને પરાજિત થયેલા ઉમેદવાર એમ. વી. નિકેશ કુમારે કાજીની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એ કેરળમાં કોંગ્રેસનો સાથીદાર પક્ષ છે. નિ્કેશ કુમારે પોતાની અરજીમાં આવો દાવો કર્યો હતો કે, તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે ચૂંટણીમાં મત મેળવવા માટે ખોટી રીત-રસમો અપનાવી હતી. તેણે  જન પ્રતિનિધિ ધારાનો – પિપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એકટનો ભંગ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here