વિશ્વનું સૌથી મોટ રસી પરીક્ષણ અમેરિકામાં શરૂ થયુંઃ હજારો સ્વયંસેવકો જોડાયા

 

વોશિંગ્ટનઃ વિશ્વનું સૌથી મોટું કોવિડ-૧૯ની રસીનું પરીક્ષણ સોમવારે અમેરિકામાં શરૂ થયું હતું જેમાં અમેરિકી સરકારની ભાગીદારીવાળી આ રસીના પરિક્ષણમાં ૩૦,૦૦૦ જેટલા પ્રથમ સ્વયંસેવકો સહકાર આપી રહ્યા છે.

અમેરિકાના નેશનલ ઇનિ્સ્ટટ્યૂટ  ઓફ હેલ્થ અને મોડનાર્ કંપની દ્વારા જેના પર આ પ્રયોગો ચાલી રહ્યા છ તેવી આ રસી અંગે જો કે હજી કોઇ ગેરંટી નથી કે તેનાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે કે કેમ? આ સ્વયંસેવકોમાંથી કેટલાકને ખરેખરી રસી અને કેટલાકને બનાવટી ડોઝ આપવામાં આવી રહ્યા છે અને કોને કયા ડોઝ અપાયા તેની જાણ તેમને કરવામાં આવતી નથી અને વૈજ્ઞાનિકો આ સ્વયંસેવકો પર કેવી અસર થઇ તેના પર નજર રાખી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં ચાલી રહેલા અનેક રસી પરીક્ષણોમાંનું આ એક પરીક્ષણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here