જી-૨૦માં યુક્રેન યુદ્ઘનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ: પુતિન-જિનપિંગ

Russia's President Vladimir Putin speaks during a session of the Valdai Discussion Club in Sochi, Russia October 19, 2017. REUTERS/Alexander Zemlianichenko/Pool

 

ચીન: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયા પહોચ્યા હતા. સમગ્ર વિશ્ર્વની નજર આ બેઠક પર હતી. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારથી તમામ દેશોની કૂટનીતિ બદલાઈ ગઈ છે. રશિયા અને ચીન ગાઢ મિત્રો બની ગયા છે. ઈરાન-રશિયા સંબંધો સારા બની ગયા છે. ઈરાની ડ્રોન્સે યુક્રેનના ઘણા શહેરોનો નાશ કર્યો છે. આ યુદ્ધ પછી રશિયા એકલું પડી ગયું હતું. રશિયા પોતાને એકલતા અનુભવવા લાગ્યુ હતું. જોકે ભારતે કયારેય તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો નહોતો. પ્રધાનમંત્રી મોદીએ ચોક્કસપણે કહ્યું હતું કે, યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. આ વખતે જી-૨૦માં ભારત પાસે છે. વિશ્ર્વની ૨૦ શક્તિઓ તેમાં ભાગ લે છે. રશિયાના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આમાં બંને નેતાઓએ જી-૨૦ના વૈશ્ર્વિક મંચમાં યુક્રેન યુદ્ધનો મામલો નહીં ઉઠાવવા પર સહમતિ દર્શાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, ચીન પાસે આ યુદ્ધને શાંત કરવાની યોજના છે, પરંતુ પશ્ર્ચિમી દેશ તેને સ્વીકારવા તૈયાર નથી. બંને નેતાઓએ ક્રેમલિનમાં ઈન્ડો-પેસિફિક રણનીતિનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે, આનાથી શાંતિ અને સ્થિરતા પર નકારાત્મક અસર પડે છે. આવું પહેલીવાર થઈ રહ્યું હતું, જ્યારે ઇન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, અગાઉ રશિયન અધિકારીઓ તેને ભારત અને રશિયા વચ્ચે તણાવ પેદા કરવાનું પશ્ર્ચિમી ષડ્યંત્ર ગણાવતા હતા. આ બેઠકમાં જી-૨૦નો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે, જી-૨૦ જેવું વૈશ્ર્વિક મંચ આર્થિક મુદ્દાઓ માટે બનાવવામાં આવ્યું છે, તેમાં અન્ય મુદ્દાઓને સામેલ ન કરવા જોઈએ. આ મુદ્દે પણ બંને નેતાઓ સહમત થયા હતા. આ મિત્રતા ભારત માટે બહુ સારી નથી. પરંતુ ગયા વર્ષથી રશિયા અને ચીન નજીક આવી રહ્યા હતા. જ્યારે પણ વૈશ્ર્વિક મંચ પર રશિયા વિ‚દ્ધ કોઈ મતદાન થયું ત્યારે ચીને હંમેશા રશિયાનું સમર્થન કર્યું છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. અહીં ચીન સાથે ભારતનો તણાવ યથાવત છે. ચીન એલએસી પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે બંને દેશોમાં તણાવ છે. બંનેની સેના સરહદ પર તૈનાત છે. પરંતુ જો ચીન અને રશિયાની મિત્રતા વધુ ગાઢ થશે તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. જોકે વિદેશી બાબતોના નિષ્ણાતો માને છે કે આ એક ડીલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here