૨.૫ કરોડ રસીનો આંક પાર કરતું ગુજરાત

 

અમદાવાદઃ ગુજરાતે કોરોના સામેના પ્રતિકારક અને અમોઘશસ્ત્ર એવી રસીકરણ-વેક્સિનેશન અભિયાનમાં ૨.૫૦ કરોડ ડોઝનો આંક પાર કરી દીધો છે.  રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો પૈકી ૨૯  જૂન  સુધીમાં ૨.૫ કરોડ વેક્સિનેશન ડોઝ આપી દેવાયા છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયજૂથના પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૪૦ ટકા લોકોને એટલે કે ૧,૯૮,૬૨,૫૮૨ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવેલો છે. આવા વ્યક્તિઓમાંથી ૫૫,૩૧,૨૮૪ને બીજો ડોઝ અપાયો છે. આમ, સમગ્રતયા ગુજરાતમાં ૨,૫૩,૯૩,૮૬૬ રસીકરણ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.૧ ૮ થી ઉપરની વયના પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ લોકોને કોરોના વેક્સિનના આપવાના થતા બે ડોઝ એટલે કે ૯.૮૬ કરોડ ડોઝમાંથી ૨ કરોડ ૫૩ લાખ ડોઝ એટલે કે ૨૫ ટકા ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે. 

૧૬ જાન્યુઆરીથી મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, ૧લી માર્ચથી શરૂ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, ૧લી એપ્રિલથી શરૂ થયેલા ત્રીજા તબક્કામાં ૪૫થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં ૧૮થી ૪૪ વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું