મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર નિષ્ફળ ગઈ હોવા છતાં સિધ્ધાર્થ મલહોત્રાને નવી ફિલ્મોના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે …

0
1254

 

     કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલીવુડમાં આગમન કરનારા ત્રણ યુવા કલાકારો હતાઃ વરુણ ધવન, સિધ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટ. 

   આલિયા ભટ્ટની ગણના અત્યારે બોલીવુડની ટોચની સેલેબલ અભિનેત્રીઓમાં થાય છે.આલિયા તો ઉત્કૃષ્ટ અભિનય માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેયર પુરસ્કારો પણ અનેકવાર મેળવી ચૂકી છે. હાઈવે, રાજી, ઉડતા પંજાબ, ગલી બોય – વગેરે ફિ્લ્મોમાં એના અભિનયની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. વરુણ ધવન હળવા વિષયોવાળી, એકશન ભરપૂર અને રોમેન્ટિક કન્ટેઈન ધરાવતી ફિલ્મો માં ભૂમિકા ભજવતો હોય છે. બદરી કી દુલહનિયા, જુડવા-2, એબીસીડી- જેવી ફિલ્મોની સાથે સાથે એ ઓકટોબર અને સૂઈધાગા જેવી ગંભીર કથાનક ધરાવતી ફિલ્મોમાં પણ કામ કરી શકે છે. પોતાની બહુમુખી પ્રતિભા પુરવાર કરવા માટે આલિયા અને વરુણ બન્ને સતત મહેનત કરી રહ્યા છે.પોતાની ક્ષમતાને ચકાસીને પોતાના શ્રેષ્ઠતમને આપવાના આ બન્ને કલાકારોના પ્રયાસ સરાહનીય છે. હવે સિધ્ધાર્થ મલહોત્રાની વાત કરીએ. સિધ્ધાર્થ સોહામણો યુવા કલાકાર છે. સહકલાકારો સાથે હળીમળીને કામ કરે છે. નિર્માતા અને નિર્દેશકોને સાચા- ખોટા બહાના બતાવીને એ શૂટિંગમાં મોડું કરતો નથી. સિધ્ધાર્થની ફિલ્મોમાં એની ભૂમિકા માટેની  પસંદગી અયોગ્ય હોય છે, તો કયારેક એના અભિનયમાં ઊંડાણનો અભાવ વરતાય છે. એણે ફિલ્મોની પસંદગી બાબત ગંભીર થવું જોઈએ. 

 સિધ્ધાર્થ મલહોત્રાને નિર્માતાઓ પસંદ કરી રહ્યા છે.એ શેરશાહ ફિલ્મમાં હીરો છે. જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શેરશાહ ફિલ્મમાં એ કાર્ગિલ યુધ્ધના હીરો  મેજર વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં સિધ્ધાર્થને એક સાઉથની ફિલ્મ પણ મળી છે. જેમાં એ ડબલ રોલ ભજવવાનો છે.એક રોલ છે- સફળ બિઝનેસમેનનો, અને બીજો છે એના હમશકલનો. જે મવાલી અને બદમાશ છે. આ ફિલ્મમાં રોમાન્સ. કોમેડી, એકશન , મર્ડર – વગેરે મસાલો ભરપૂર મળશે. સિધ્ધાર્થ મલહોત્રા પોતાના અભિનયથી ફિલ્મને કેટલી જાનદાર બનાવી શકે છે એ તો સમય જ બતાવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here