દરેક પ્રકારની પથરીનો ઇલાજ

0
1067
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છીએ તેનું પાચન થઈ સાર અને મળભાગ બને છે. સાર ભાગ તો રસ, રક્ત વગેરે સાત ધાતુઓમાં પરિવર્તીત થઈ જાય છે અને શરીરની રક્ષા માટે કામ કરે છે. શેષ ભાગ મળ, મૂત્ર અને પરસેવાના રૂપે બહાર નીકળી જાય છે. ઘણી વાર આમાંથી અનવાંછિત પદાર્થ બની જાય છે, જે અમુક ખાસ અંગોમાં ભેગા થઈને રોગનું રૂપ ધારણ કરી લે છે, જેમ કે પથરીનો રોગ. આજકાલ પથરીના રોગની સમસ્યાથી બહુ લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. ડોક્ટર આવા દર્દીઓને ઓપરેશન દ્વારા પથરી કઢાવવાની સલાહ આપતા હોય છે. આજકાલ ઓપરેશન માટે ઘણાં વિકસિત મશીનો આવી ગયાં છે, જેના દ્વારા પથરી કાઢી નાખવામાં આવે છે, પણ ઓપરેશનનું નામ પડતાં જ ભય લાગે છે. સાથે સાથે વધારે ખર્ચા થાય છે.
ઓપરેશનની વાત થઈ રહી છે તો જાણકારી એ છે કે ઓપરેશનની શરૂઆત પશ્ચિમી દેશોથી નથી થઈ, મોટા ભાગે લોકો એવું સમજે છે. હા પશ્ચિમી દેશોમાં ઓપરેશનમાં નવી નવી શોધ જરૂર થઈ છે અને થઈ રહી છે, પરતું આની શરૂઆત ભારતમાં જ થઈ હતી. અત્યારે નહિ સેંકડો વર્ષો પહેલાં થઈ છે. જે લોકો આયુર્વેદમાં જાણકારી રાખે છે તેઓ આયુર્વેદના મહાન જ્ઞાતા સુશ્રુતનું નામ તો જરૂર જાણતા જ હશે. સુશ્રુત મોટા સિદ્ધહસ્ત સર્જન – શલ્ય ચિકિત્સક હતા. તેઓએ ઘણાં ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યાં હતાં, જેના વડે નાજુક ઓપરેશન પણ તેઓ સફળતાપૂર્વક કરતા હતા.
સુશ્રુત વિલક્ષણ બુદ્ધિના સ્વામી હતા. સુશ્રુત પણ પથરી કાઢવા માટે ઓપરેશનનો સહારો લેતા હતા, જો પથરી બહુ મોટી હોય, જેના લીધે રોગી તકલીફમાં હોય તો ઔષધિ-ઉપચારથી જો નષ્ટ ન થાય તો શસ્ત્રકર્મ કરવું જ યોગ્ય છે. સુશ્રુત સંહિતામાં ચિકિત્સા અ. 7-33માં પથરીના ઓપરેશનનું વિવરણ વિસ્તારપૂર્વક આપેલું છે. આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવે છે. અશ્મન એટલે કે પથ્થર. પથરી જે જગ્યા પર થાય છે તે પ્રમાણે રોગનાં નામ આપી દીધેલાં છે, જેમ કે પિત્તની થેલીમાં એટલે ગોલ બ્લેડરમાં હોય છે ત્યારે તે પિત્તાશ્મરી કહેવાય છે, જ્યારે પથરી ગુર્દા (કિડની)માં બને છે તો વૃક્કાશ્મરી અને મૂત્રાશયમાં હોય તો મૂત્રાશ્મરી નામના રોગથી ઓળખવામાં આવે છે.
પથરીને ઓગાળીને કાઢી નાખવાનો ઇલાજ બતાવતાં પહેલાં પથરી રોગ વિશે થોડી માહિતી લઈએ. કેમ બને છે પથરી? જ્યારે પથરી ઉપર વાત ચાલી રહી છે તો સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે આખરે કયા કારણથી ઘણા લોકો પથરીના રોગથી પીડાય છે.
સુશ્રુત કહે છે કે – જેવી રીતે નવા ઘરમાં પણ સાફ પાણી ભરાઈ જવાથી થોડાક સમય પછી તે કીચડમાં બદલાઈ જાય છે તેવી જ રીતે અશ્મરી (વૃક્કાશ્મરી) મૂત્રના ઘન અવયવોમાં ભેગું થઈ જવાથી બની જાય છે. પહેલાં તો જમા થયેલા રક્ત યા શુશ્લેષ્મા કે શ્લેષ્મકલા અશ્મરીનું કેન્દ્ર બનાવે છે, તેની ચારેબાજુ મૂત્રના ઘન અવયવ ફાસ્ફેટ યૂરિકામ્લ, ચૂનાના આકજલેટ વગેરે એકત્ર થવા લાગે છે.
વૃક્કોના આશય તથા તેનાથી સંબંધિત પૈપિલીમાં સંભવતઃ પહેલાં કોઈ જીવાણુ, જેમ કે સ્ટેફિલોકોકસ, બીકોલાઈ, પ્રોટીન વગેરે કોઈ સંક્રમણ હોય, જેના કારણે ઉત્પન્ન શ્લેષ્મ દ્રવ અથવા જીવાણુ અથવા મ્યુકસ ઉપર્યુકત દ્રવ્ય વિક્ષિપ્ત થવાથી અશ્મરી એટલે કે પથરી બને છે.
પથરી વિભિન્ન આકારની હોઈ શકે છે. સરસોના દાણા જેવડીથી માંડીને મરઘીના ઈંડા જેવડી પણ હોઈ શકે છે. જ્યારે પથરી નાની નાની હોય છે ત્યારે તે મૂત્ર સાથે વહી જતી હોય છે, જેને આર્યુવેદમાં સિકતામેહ કહેવામાં આવે છે.
પથરી થવાનાં કારણોમાં, મૂત્રત્યાગમાં આળસ, ઓછું પાણી પીવાથી, પેરા-થાઇરાઇરોડ ગ્લેન્ડથી હાર્મોન્સનો વધારે સ્ત્રાવ, મૂત્રદોષ, વિટામિન એ અને સીની ઉણપ, ગરમ અને પહાડી દેશોમાં રહેવાથી, બહુ વધારે શારીરિક અને માનસિક શ્રમ કરવાથી કે પછી બહુ જ ઓછો શ્રમ કરવાથી.
કયાં લક્ષણો દેખાય છે – પથરીનો રોગ બહુ જ કષ્ટદાયક છે. એટલો કષ્ટદાયક છે કે જે વ્યક્તિ આ દુખાવો સહન કરી ચૂકી છે તે યાદ કરતાંની સાથે જ ગભરાઈ જાય છે. વૃક્કાશ્મરી પથરી જ્યારે વૃક્કાશય (પેલ્વિસ) અને વૃક્કસ્રાવણી (યૂરેટર)ના સાંધાની જ્ગ્યાએ વધી જાય છે ત્યારે તેની દીવાલમાં સ્પાજ્મ ઉત્પન્ન થવાથી રોગીને ભયાનક દુખાવો ઊપડે છે. રોગીને થોડોક ઘેરા રંગનો પેશાબ વારંવાર થાય છે. રોગીનો રંગ ફીકો પડી જાય છે. માથા પર ઠંડો પરસેવો વળી જાય છે. ઊલટીઓ થાય છે. તાપમાન નોર્મલથી ઓછું તથા નાડીની ગતિ નિર્બળ કે તીવ્ર થઈ જાય છે. કેટલાક રોગી તો ધ્રૂજતા હોય છે. થોડી બેહોશી જેવી હાલત બની જાય છે. ચરક અનુસાર પથરી જો મોટા આકારની હોય ત્યારે મૂત્ર અને રક્તમાં પસ, રક્તકણ, શ્વેતકણ, જીવાણુ, પ્રોટીન પણ મળી આવે છે. દુખાવો થોડીક મિનિટોથી માંડીને બે કલાક સુધી પણ રહી શકે છે. પથરી ખસીને સાઇડમાં જતી રહે તો દુખાવો એકદમ મટી જાય છે કે પછી ઓછો થઈ જતો હોય છે.
કેટલા પ્રકારની પથરી હોય છે? – આયુર્વેદમાં વાતજ, પિત્તજ, કફજ અને શુક્રજ – આ ચાર પ્રકારની પથરી બતાવવામાં આવી છે. આવી જ રીતે આધુનિક ચિકિત્સામાં યુરિક એસિડ, કેલ્શ્યિમ આકજલેટ, કેલ્શ્યિમ ફોસ્ફેટ, અમોનિયા કે યુરેટ લવણ વગેરે લવણોથી બનેલી હોય છે.
એક વખત ઓપરેશન કરવવાથી ફરીથી પથરી નહિ થાય એ માનવું ભૂલભરેલું છે. માટે એક વખત પથરી થયા પછી દર્દીએ યોગ્ય આહારવિહાર અને ચિકિત્સા દ્વારા ફરીથી પથરી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.
આયુર્વેદમાં પથરીના ઘણા ઉપાય બતાવ્યા છે તો યોગ્ય ચિકિત્સકની સલાહ લઈને પથરી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આયુર્વેદમાં મૂત્રલ ઔષધિ ઘણી બધી છે, જેમ કે, ચંદ્રપ્રભાવટી, ગોક્ષુરાદિ ગૂગળ, પુનર્નવા ઘનવટી, ગોખરું પાઉડર, શતાવરી પાઉડર જેવાં અનેક ઔષધો છે. દર્દીએ પોતાની પ્રકૃતિ જાણીને ચિકિત્સા કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here